ઈલેક્ટ્રિક બાઇક બનાવનારી કંપની ટેમ્પસે તાજેતરમાં જ પોતાની લેટેસ્ટ ઈ-બાઇક ટાઇટન-R રજૂ કરી છે. આ બાઇક ઈલેક્ટ્રિક કરતાં વિન્ટેજ બાઇકનો અનુભવ આપે છે. કંપનીનું કહેવું છે કે ઓફિસ આવવા-જવા માટે આ પરફેક્ટ બાઇક છે. આ ઉપરાંત, શહેરમાં ફરવા સિવાય ઓફરોડિંગ માટે પણ તેનો ઉપયોગ કરી શકાય છે.
તેમાં મેટલ બોડી છે.
ક્લાસિક કેફે રેસર જેવી દેખાતી ઈલેક્ટ્રિક બાઇક ટાઇટન-Rમાં ઓલ્ડ એજ ટેસ્ટેડ મટીરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેની ફ્રેમ એરક્રાઉ્ટ ગ્રેડ સ્ટીલથી બનાવવામાં આવી છે. તેના સ્લિમ સ્ટ્રક્ચરમાં ગેસ ટેન્ક જેવી દેખાતી ટેન્ક લગાવવામાં આવી છે અને પાછળ લેધર સીટ આપવામાં આવી છે. આ બાઇકના આગળના ભાગમાં મોટી સી-એલઈડી લાઇટ લાગેલી છે જ્યારે પાછળના ભાગમાં બે નાની-નાની મોડર્ન લુકવાળી લાઇટ લગાવવામાં આવી છે.
ઈગ્નિશન પાસવર્ડ પ્રોટેક્ટેડ છે.
કંપનીએ તેની રેટ્રો ડિઝાઇનને મોડર્ન લુક આપવાનો પ્રયત્ન કર્યો છે. આ ઈ-બાઇકમાં કલર એલઈડી ડિસ્પ્લે આપવામાં આવી છે, જે સમય, સ્પીડ, રેન્જ અને બેટરી પર્સન્ટેજ બતાવે છે. તેનું ઈગ્નિશન પાસવર્ડ પ્રોટેક્ટેડ બનાવવામાં આવ્યું છે, જેથી આ બાઇકનો ચોરી થવાનો ભય અને જોખમ ઓછું થઈ જાય છે.
65 કિમીની માઇલેજ.
તેમાં 1000Wની મોટર છ, જે બાઇકમાં પ્રતિ કલાક 45 કિમીની ટોપ સ્પીડ આપે છે. કંપનીનો દાવો છે કે તેની રિમૂવેબલ લિથિયમ આયર્ન બેટરી ફુલ ચાર્જ થઈ જવા પર 65+ કિમીની માઇલેજ આપે છે. આ બાઇકની બેટરીને ફુલ ચાર્જ થવામાં 4થી 5 કલાકનો સમય લાગે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.