વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાને સૌથી મોટો ઝટકો, ધૂંઆધાર બેટિંગ કરતો આ ખેલાડી હવે નહિ રમી શકશે.

વર્લ્ડ કપ 2019ની પોતાની બીજી મેચમાં જ સદી ફટકારીને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ જીત અપાવનાર ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ખેલાડી શિખર ધવન ઇજાને કારણે ટીમમાંથી બહાર થઇ…

વર્લ્ડ કપ 2019ની પોતાની બીજી મેચમાં જ સદી ફટકારીને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ જીત અપાવનાર ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ખેલાડી શિખર ધવન ઇજાને કારણે ટીમમાંથી બહાર થઇ ગયો છે. શિખર ધવન ત્રણ અઠવાડિયા માટે ટીમમાંથી બહાર થઇ ગયો છે. ટીમ ઇન્ડિયાની ઓપનિંગ જોડી તૂટવાથી ભારતને આ સૌથી મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય ફેન્સ આ ખબર ખૂબ જ દુખી છે.

એવી ખબર મળી છે કે, શિખર ધવનનો અંગુઠો ઇજાગ્રસ્ત થયો છે, જેને કારણે તેને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે. ત્રણ અઠવાડિયા માટે તે આરામ કરશે અને કોઇ મેચ નહીં રમે. એટલે કે 13 જૂનના રોજ ન્યૂઝીલેન્ડ અને 16 જૂનના રોજ પાકિસ્તાનમાં થનારી મોટી મેચોમાં ભારત માટે શિખર ધવન નહીં રમી શકે.

ઉલ્લેખનીય છે કે, રવિવારના રોજ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેચમાં ટીમ ઇન્ડિયાની જીતના નાયક રહેલા ફાસ્ટ બોલર નાથન કુલ્ટર નાઇલના ઉછાળ લેતા બોલથી ઇજા થવાને કારણે તે ઇન્જર્ડ થયો હતો. પરંતુ તેને દુખાવાની પરવાહ કર્યા વગર પોતાની ઇનિંગ ચાલુ રાખી હતી અને 109 બોલમાં 117 રન ફટકારી દીધા હતા. જો કે તે ઓસ્ટ્રેલિયાની ઇનિંગ દરમિયાન ફીલ્ડિંગ કરવા માટે ઉતર્યો નહોતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *