હાલમાં અમદાવાદની PSI શ્વેતા જાડેજા ખુબ વિવાદમાં આવી છે. અમદાવાદ મહિલા પોલીસ સ્ટેશનના મહિલા PSI શ્વેતા જાડેજા સામે દુષ્કર્મ કેસમાં આરોપી પાસેથી 35 લાખની લાંચ લેવા મામલે તાપસ ચાલી રહી છે અને અને સમગ્ર ઘટના અંતર્ગત અમદાવાદ કરાઈમ બ્રાન્ચે મહિલા PSI શ્વેતા જાડેજાની ધરપકડ કરી લીધી છે. અને આગળ તપાસ આગળ વધારી છે. અને આ તપાસમાં અનેક ચોંકાવનારા ઘટસ્ફોટ થઇ રહ્યા છે. આ ઘટસ્ફોટમાં શ્વેતા જાડેજાનું ACP સાથેનું કથિત પ્રેમપ્રકરણ સામે આવ્યું છે.
PSI શ્વેતા જાડેજા વિરુદ્ધ તાપસ દરમિયાન શ્વેતા અને એક એજન્સીના ACP વચ્ચે પરસ્પર પ્રેમ સંબંધો તપાસ દરમિયાન સામે આવી રહ્યા છે. જેવા સુત્રોએ સંકેતો આપ્યા છે. શ્વેતા જાડેજાની કોલ ડિટેઈલ્સમાં સામે આવ્યું છે કે શ્વેતા એક ACP સાથે દિવસમાં ઘણીવાર ACP સાથે ફોન પર લાંબી લાંબી વાતો કરતા હોવાનો મોટો ઘટસ્ફોટ થયો છે.
મળેલી માહિતી અનુસાર આ ACP ગુજરાતના ગાંધીનગરમાં એક IPS અધિકારીનો ખાસ હોવાથી અધિકારીઓ આ મામલે કઈ કરી શક્યા નથી. જો કે શ્વેતાની કોલ ડિટેઈલ્સ સામે આવ્યા બાદ આ મામલે DCP શ્વેતાની કોલ ડિટેઇલ્સમાં જે ACP છે એને પૂછતાં ACP ગુસ્સે ભરાઈ ગયા હતા અને DCP ને જ જોઈ લેવાની ધમકી મારી હતી.
સાથે-સાથે ખાસ વાત પણ સામે આવી છે કે શ્વેતા જાડેજાની નોકરીનો અનુભવ લાંબો ન હોવા છતાં તેને આ ACP અને ગાંધીનગરમાં તેમના ખાસ અધિકારીના ઈશારે જ શ્વેતાને સીધી મહિલા પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ બનાવી દેવામાં આવી હતી જેની પાછળ પણ પ્રેમ સંબંધો હોઈ શકે છે તેવું લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
શ્વેતા જાડેજા સાથે જે ACP નું પ્રેમપ્રકરણનું નામ જોડવામાં આવી રહ્યું છે. તે ACP પર IPSનો ખાસ હાથ છે અને આ આ પહેલા પણ બંને રંગીન મિજાજ ગુરુ ચેલા કોલ સેન્ટર મામલે પણ ચર્ચામાં આવ્યા હતા અને હવે શ્વેતા જાડેજા લાંચ ચેપ્ટરમાં પણ ACP અને શ્વેતા વચ્ચે ઇલુઇલુ હોવાની ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે.
આઈફોન(iphone) અંગે પૂછતાં શ્વેતાએ કહ્યું…
તમને જણાવી દઈએ કે, PSI શ્વેતા જાડેજા ખુબ જ લકઝરિયસ લાઈફસ્ટાઇલથી જીવી રહી છે અને સવા લાખનો આઈફોન-11 પ્રો વાપરી રહી છે. જે મામલેલ પૂછપરછ કરતા શ્વેતાએ જણાવતા કહ્યું હતું કે, એ તેને પોતાના પ્રેમી દ્વારા વેલેંટાઈન ગિફ્ટમાં મળ્યો હતો. પરંતુ તાપસ હેઠળ સામે આવ્યું હતું કે તે આઈફોન પણ આરોપી દ્વારા લાંચમાં જ મળ્યો હતો.
GSP ક્રોપનાં એમડી કેનલ શાહ સામે બે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. આરોપી કેનલ પાસેથી પહેલા 20 લાખ અને બાદમાં 15 લાખ મળી કુલ 35 લાખ કઢાવવાના પ્રકરણમાં ભ્રષ્ટાચારની ફ્રિયાદ મહિલા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ શ્વેતા જાડેજા સામે નોંધાઇ હતી. તેમની ધરપકડ બાદ તપાસ હાથ ધરતા 20 લાખ લીધા હોવાના પુરાવા પણ મળી ગયા છે જોકે હજુ સુધી રોકડ કબ્જે કરાઈ નથી.
અમદાવાદ મહિલા ક્રાઇમના લાંચિયા PSI શ્વેતા જાડેજા કેસમાં ખુલાસો થયો છે. શ્વેતા જાડેજા તપાસમાં સહકાર નથી આપી રહ્યા. અત્રે ઉલ્લેખનીય છે તપાસ દરમિયાન સવાલોનો જવાબ કાયદાકીય જ આપી રહ્યા છે તેવો આક્ષેપ લગવાવામાં આવ્યો છે. શ્વેતા જાડેજાની ભરતી પ્રક્રિયાથી લઈને વર્તમાન પોસ્ટિંગ સુધીની મિલકત, વાહન, મોંઘી વસ્તુઓ અને મોબાઈલ સહિતની ખરીદ વેચાણની માહિતી તપાસ એજન્સી એકત્રીત કરી રહી છે. અને પુરતી તપાસ કરી રહી છે.
શ્વેતા જાડેજા વર્ષ 2017ની બેચમાં PSI તરીકે ગુજરાત પોલીસમાં જોડાયા હતા. શ્વેતા જાડેજા છેલ્લા ઘણા સમયથી મહિલા ક્રાઇમ બ્રાંચના પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહ્યા છે. આ સમય દરમિયાન જાન્યુઆરી મહિનામાં શ્વેતાને એક કેસની તપાસ સોંપી હતી. આ કેસ પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનનો 2019નો બળાત્કાર કેસ હતો. આ બળાત્કાર કેસના આરોપી સામે એક નહીં પણ બે-બે બળાત્કારની ફરિયાદ નોંધાઈ હતી. આ કેસની ફરી તપાસ મહિલા PSIને સોંપવામાં આવી હતી.
બળાત્પીકાર રજુઆત કરી હતી કે, પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનના PIનો ચાર્જ ધરાવતા PSI શ્વેતા પાસે તેઓ વિરુદ્ધ થયેલા રેપ કેસની તપાસ છે. PSI શ્વેતાએ આરોપી પાસે રૂપિયા 35 લાખની માગણી કરી જે મુજબ તેઓએ અમુક ચૂકવી છે. જો પૈસા ના આપું તો બે કેસ થયા હોવાથી PSI શ્વેતા જાડેજાએ કેનલ શાહને પાસા હેઠળ જેલમાં પુરવાની ધમકી આપી હતી.
અરજી મળ્યા બાદ ક્રાઈમ બ્રાન્ચે આ મામલે શ્વેતા જાડેજા વિરુદ્ધ તપાસ ચાલુ કરી હતી. તપાસમાં 20 લાખ રૂપિયા મળ્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારબાદ SOGએ શ્વેતા જાડેજા વિરુદ્ધ ગુનો નોંધ્ક્રાયો છે અને આધારે તપાસ હાથ ધરી છે. પોલીસ કમિશનર અજય તોમરે જણાવતા કહ્યું હતું કે, PIનો ચાર્જ ધરાવતા PSI શ્વેતા જાડેજાએ બળાત્કાર કેસની તપાસમાં અરજદારને પાસા હેઠળ પુરી દેવાનું જણાવી 35 લાખ રૂપિયાની માંગણી કર્યાની અરજી મળી હતી. જે અંતર્ગત થયેલી તપાસમાં પુરાવા મળતાં PSI શ્વેતા વિરુદ્ધ ગુનો નોંધાયો છે, અને હાલ PSI શ્વેતાની પુછપરછ ચાલી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news