સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતી એક વિધવા મહિલા ને કામરેજમાં આવેલા ફાર્મ હાઉસ પર લઇ જઇને મુનિ ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી અને તેના મિત્રએ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ અમરોલી પોલીસમાં નોંધાય હતી.જેથી અમરોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુરત શહેરના પ્રતિષ્ઠિત મુનિ ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલક પરેશ તળાવિયા અને તેના મિત્રોએ એક વિધવા મહિલા પર ફાર્મ હાઉસમાં ગેંગરેપ આચર્યો હોવાની પોલીસ ફરિયાદ થતા હાહાકાર મચી ગયો છે. ઉલ્લેખનીય છે કે પરેશ તળાવીયાના ભાઈ અને ભાગીદાર કોંગ્રેસની તાલુકા પંચાયતમાં ઉપપ્રમુખ પદે છે. પરેશ તળાવીયા રાજકીય પક્ષો સાથે ધરોબો ધરાવે છે.
પ્રાપ્ત અહેવાલો મુજબ આ ઘટના ત્રણ મહિના જૂની છે જેમાં મહિલાની ફરિયાદના આધારે કાર્યવાહી થઈ છે. આ કેસની ફરિયાદી મહિલા મૂળ ગોંડલની રહેવાસી છે. તેનું લગ્ન સુરતમાં થયું હતું પરંતુ પતિની દારૂ પીવાની અને માર મારઝૂડથી કંટાળી તેણે છૂટાછેડા લીધા હતા અને પુત્ર તેમજ પુત્રીના અભ્યાસ માટે એકલી રહેતી હતી.
ત્યક્તા બે સંતાનોની માતા
અમરોલી પોલીસસ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ મોટા વરાછા યમુના ચોક વિસ્તારમાં આવેલી રિવરવ્યુહેવનમાં રહેતા પરેશ પુના તડાવ્યા કામરેજ તાલુકાના ધલુડીગામે આવેલી મુની ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી છે. મોટા વરાછા વિસ્તારમાં તેના સબંધી રહેતા હોવાના કારણે પરેશ ત્યાં અવાર નવાર જતા હતા. દરમિયાનમાં તેમનો પરિચય નજીકમાં રહેતા બે સંતાનોની માતા એવી ત્યક્તા સાથે થયો હતો. પરેશે યુવતીને ઘર ચલાવવામાં આર્થિક રીતે મદદરૂપ બની તેનો વિશ્વાસ હાસંલ કરી લીધો હતો.
મહિલાનો આક્ષેપ છે કે, પરેશે મોડી રાત્રે નશાની હાલતમાં યુવતીના ઘરે આવ્યો હતો અને તેના પુત્રી અને પુત્રની હાજરીમાં જ યુવતીની છેડતી કરી હતી જોકે આ બાબતનો સંતાનોએ વિરોધ કરતાં સંચાલકે પુત્રને ઢોર મારમારી હથિયાર બતાવીને બીજા રૂમમાં પૂરી દીધો હતો. ત્યારબાદ પરેશે મહિલા પર બળાત્કાર ગુજાર્યો હોવાનો આક્ષેપ છે. દરમિયાન પરેશે મહિલાનો વીડિયો ઉતારી લીધો હતો અને ફોટોગ્રાફ્સ પણ ક્લિક કર્યા હતા. ત્યારબાદ શાળાના સંચાલકે યુવતીને તેમના વીડિયો અને ફોટા આપી સમાધાન કરવાના બહાને ફાર્મ હાઉસ પર લઇ ગયો હતો અને ત્યાં બળજબરીથી એને બાંધી દારૂ પીવડાવી સંચાલકોએ મિત્ર સાથે મળીને તેની પર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ યુવતીને ઢોરમાર મારવામાં આવ્યો હતો અને યુવતીના ગુપ્ત ભાગે દારૂની બોટલો થી ઇજા કરી હતી જેથી યુવતી બેભાન થઈ ગઈ હતી અને આ નરાધમો યુવતીને ફાર્મ હાઉસ ના રૂમમાં પૂરીને ફરાર થઈ ગયા હતા
છેલ્લા બે વર્ષથી તેમની વચ્ચે મિત્રતાનો સબંધ હતો દરમિયાનમાં પરેશે તેણીને લગ્નની લાલચ આપી હતી. આશરે પાચેક માસ પહેલા પરેશે લગ્ન કરવાની લાલચ આપીને પીડિતાને ફસાવી હતી. ત્યારબાદ મોટા વરાછા અને કામરેજ તાલુકાના એક ફાર્મ હાઉસમાં લઇ જઇને બળજબરી કરતા હતા. એક વખત પરેશ પીડિતાને લઇને ફાર્મ હાઉસમાં લઇ ગયા હતા. જ્યાં તેણે અને તેના મિત્ર રાકેશ ધાનાણીએ તેણી પર દુષ્કર્મ આચર્યું હતું. બનાવ અંગે ત્યક્તાએ અમરોલી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આદરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.