મોદી સરકારના માથે દોષનો ટોપલો નાખીને રિક્ષાચાલકે કર્યો આપઘાત- જાણો સમગ્ર ઘટના

સુરતના ચોક બજાર વિસ્તારમાં ડક્કા ઓવારા ખાતે જૂની કસ્ટમ ઓફિસ નજીક રહેતા એક વૃદ્ધ રિક્ષાચાલકે સુસાઇડ નોટ લખી ને ગળાફાંસો ખાઇ લીધો છે. રિક્ષાચાલક નું નામ સરફરાજ ઇબ્રાહિમ શેખ હોવાનું બહાર આવ્યું છે. આપઘાત કરનાર રુદ્ર રિક્ષા ચલાવીને પોતાની પત્ની અને એક પુત્રીના પરિવારનું માંડ માંડ ભરણપોષણ કરતા હતા.

રિક્ષા ડ્રાઇવર, સરફરાઝ છે કે જે તેના ઘરના પંખા સાથે લટકેલી હાલતમાં મળી આવ્યો હતો. તેણે બે પાનાની સુસાઇડ નોટ શહેર પોલીસ કમિશનરને સંબંધીને લખી છે.

તાજેતરમાં સરકાર દ્વારા નવા ટ્રાફિક નિયમોના ભંગ બદલ આકરા દંડ ની જોગવાઈઓ કરતા આ વૃદ્ધ ચાલકની હાલત કફોડી થઈ ગઈ હતી. જેથી ગઇકાલે મોડી રાત્રે પોતાની પત્ની તથા પુત્રી ઘરની બહાર હતા, ત્યારે વૃદ્ધ રિક્ષાચાલકે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરવાનું પગલું ભર્યું હતું. મૃત્યુ પામનાર રીક્ષા ચાલક પાસેથી સુસાઇડ નોટ મળી આવી છે.

રિક્ષા ચાલકે પોતાના ઘરના કબાટમાં સુસાઇડ નોટ ચોંટાડીને આપઘાત કર્યો છે. આ સુસાઇડ નોટમાં સરકારને સંબોધીને નવા ટ્રાફિક નિયમો તથા દંડ ની આખરી જોગવાઈના મામલે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. જેમાં નરેન્દ્ર મોદી સરકારને સંબોધીને સુસાઇડ નોટમાં લખ્યું છે કે, ગરીબ રિક્ષાચાલક સાંજ પડ્યે માંડ પાંચસો રૂપિયા કમાતો હોય છે. પણ નવા ટ્રાફિક નિયમો અને આકરા દંડને કારણે રિક્ષાચાલકોને જે કમાણી થાય છે. તે નિયમભંગ કરે તો પોલીસવાળા ને દેવી પડતી હોય છે. માત્ર મારે જ નહીં પરંતુ મારી જેવા અનેક રિક્ષાચાલકોને આ તકલીફો પડી રહી છે. મારા મોત પાછળ મારા ઘરવાળા, મિત્રો કે અન્ય કોઇ જવાબદાર નથી પરંતુ સરકાર જ જવાબદાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *