પ્રેમ ,ઇશ્ક ,મહોબત આજના જમાનામાં માત્ર નામના જ રહી ગયા છે. દગો આપવો એક કલ્ચર બની ગયું છે. ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ બનાવવા માટે લોકો કોઇપણ હદ સુધી જઇ શકે છે. એક કિસ્સો યુપીમાં બરેલીના વર્ષના એક વિવાહીત રિક્ષાવાળાનો છે. જેણે ગર્લફ્રેન્ડ બનાવવા માટે જે કર્યું તે સાંભળી તમે હેરાન થઈ જશો.
3000 છોકરીઓને ફસાવી પ્રેમજાળમાં.
બરેલી માં રહેનાર જાવેદ એ સોશિયલ મીડિયા ઉપર ફેસબુક ઉપર ખુદને આઇપીએસ જરૂર હાસન બતાવી લગભગ ત્રણ હજાર છોકરીઓ સાથે દોસ્તી કરી અને તેમાંની ઘણી બધી છોકરીઓને પોતાની પ્રેમજાળમાં ફસાવી લીધી.
પોતાની ફેસબુક પ્રોફાઇલ ઉપર જાવેદે આઇપીએસ નારૂલ હસન ના નામે ફેક આઇડી બનાવ્યું. ગણતરીની જ મિનિટમાં તેના હજારો મિત્રો બની ગયા. તેમાં છોકરીઓની સંખ્યા વધારે હતી.
બાદમાં પોલીસની પકડમાં આવેલા રિક્ષાચાલક જાવેદે જણાવ્યું કે ફેસબુક ઉપર દોસ્તી બાદ તેને મુંબઈ થી લઈને બરેલી સુધી ઘણી બધી છોકરીઓને લગ્ન ના પ્રસ્તાવ મોકલ્યા આ દરમિયાન તે તેની સાથે અશ્લીલ વાતો પણ કરવા લાગ્યો.
હાઈસ્કૂલ ફેલ જાવેદે શીખી લીધું અંગ્રેજી.
તેની સાથે સાથે જ જાવેદે થોડુ ઘણું અંગ્રેજી પણ શીખી લીધું હતું જેનાથી છોકરીઓને તેના ઉપર શંકા ન થાય.રીક્ષાચાલક જાવેદ છોકરીઓ સાથે ખાલી વાત જ ન કરતો પરંતુ તેમની પાસેથી અશ્લીલ તસવીરો પણ માગતો.
ઘણી છોકરીઓએ એના જાળમાં ફસાઇને અશ્લીલ તસવીરો પણ મોકલી હતી.
રીક્ષા ચાલક જાવેદ જ્યારે પોલીસના હાથે આવ્યો ત્યારે પોલીસે તેનો મોબાઇલ તપાસશો તો તે સમયે તેની સોળ છોકરીઓ સાથેની ચેટીંગ ની વાત સામે આવી. જેમાં ઘણી છોકરીઓ સાથે અશ્લીલ વાતો કરી રહ્યો હતો અને નગ્ન તસવીરો પણ મંગાવી હતી.
જ્યારે છોકરીઓ તેની સચ્ચાઈ જાણવા માટે તેને વિડીયો કોલ કરતી ત્યારે જાવેદ કોલ રીસીવ કરતો ન હતો.
જાવેદ ની પત્ની ને તેની આ હરકત વિશે પહેલેથી જ ખબર હતી.અને તે પોતાના પતિના પાંચ મોબાઇલ તોડી ચૂકી હતી કારણ કે તેની પત્નીએ તેના મોબાઇલમાં ઘણી છોકરીઓની લગ્ન તસવીરો જોઈ લીધી હતી.જાવેદ એક જુવાન દીકરાનો બાપ હોવા છતાં પણ આવી હરકત ને લઈને તેની પત્ની ખૂબ ચિંતિત રહેતી હતી. જાવેદ બધું કામ છોડી હંમેશા છોકરીઓ સાથે ચેટિંગ માં પડ્યો રહેતો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.