પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં ઘર પર બોમ્બ ફેંકાયો, ટીએમસીના ત્રણ કાર્યકરોનાં મોત

Published on Trishul News at 11:17 AM, Sun, 16 June 2019

Last modified on June 16th, 2019 at 11:17 AM

પશ્ચિમ બંગાળમાં રાજકીય હિંસા હજુ પણ જારી છે. જેમાં ટીએમસીના ત્રણ કાર્યકર્તાની હત્યા કરી દેવામાં આવી હતી. માર્યા ગયેલાઓના નામ ખૈરુદ્દીન શેખ, સોહેલ રાણા અને અન્ય એક કાર્યકર્તા સામેલ છે. આ પહેલા લોકસભાની ચૂંટણી પહેલા ઢોમકોલ પંચાયત સમિતીના ટીએમસીના નેતા અલ્તાફ હુસૈનની પણ હત્યા કરી દેવામાં આવી હતી.

At least three people were killed after a bomb was hurled at a Trinamool Congress (TMC) worker’s house on Friday night. The incident took place under Domkol police station in Murshidabad, West Bengal. A clash between the TMC and Congress supporters were also reported in the area at the time of the incident.

રોહેલ રાણા ઉલ્તાફ હુસૈનનો પુત્ર હોવાનું ચર્ચાઇ રહ્યું છે. જ્યારે ખૈરુદ્દીન તેનો મોટો ભાઇ છે. આ ઘટના બાદ વિસ્તારમાં મોટા પ્રમાણમાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. ખૈરુદ્દીનના પુત્રએ જણાવ્યું હતું કે અમે ઉંઘી રહ્યા હતા, ત્યારે જ અચાનક ઘર પર બોમ્બ દ્વારા હુમલો કરવામાં આવ્યો. તેઓએ અમારા પિતા પર હુમલો કર્યો. થોડા દિવસ પહેલા મારા કાકાની પણ હત્યા કરી દેવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે જે પણ નરાધમોએ આ હુમલો કર્યો છે તેની શોધખોળ જારી છે.

લોકસભાની ચૂંટણી બાદ બંગાળમાં હિંસાનું પ્રમાણ જારી છે અને હવે તે રાજકીય સ્વરુપ લઇ રહ્યું હોવાના દાવા થઇ રહ્યા છે. ટીએમસીના કાર્યકર્તાઓની ભાજપ સાથે પણ હિંસાની અનેક ઘટના સામે આવી ચુકી છે. આ પહેલા હતગાચી વિસ્તારમાં ભાજપ અને ટીએમસી કાર્યકર્તાઓ વચ્ચેના હિંસક ઘર્ષણમાં સામસામે ત્રણ ત્રણ કાર્યકર્તાઓના મોત નિપજ્યા હોવાના દાવા કર્યા હતા. હાલ મમતા બેનર્જી અને ભાજપના ટોચના નેતાઓ વચ્ચે ભારે તકરાર ચાલી રહી છે અને એકબીજા પર આરોપો લગાવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Be the first to comment on "પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં ઘર પર બોમ્બ ફેંકાયો, ટીએમસીના ત્રણ કાર્યકરોનાં મોત"

Leave a comment

Your email address will not be published.


*