સુરતમાં હત્યાનો સિલસિલો યથાવત- આવેશમાં આવી જઈ રિક્ષા ચાલકનું ગળુ દબાવી હત્યા કરાયાની આશંકા

સુરત(Surat): શહેરના રાંદેર(Rander) રોડ ઉપર આવેલી જૈનબ હોસ્પિટલ પાસેની નાનકડી ગલીમાં એક રિક્ષામાંથી શંકાસ્પદ હત્યા કરાયેલો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તાર સહીત ઘટના સ્થળે પહોચેલી પોલીસ દોડતી થઈ ગઈ હતી. મૃત્યુ પામનાર આ અજાણ્યો ઈસમ વસીમ ચાવાળા હોવાનું અને કાદળશાની નાળમાં રહેતો હોવાનું સામે આવ્યું છે. મૃતકના ગળા પરથી નખોરીયાના નિશાન અને ગળું દોરી વડે દબાવ્યું હોવાનું પ્રથમ તપાસમાં સામે આવ્યું છે. જોકે આ સમગ્ર ઘટનાની જાણ પછી રાંદેર પોલીસ સ્ટેશન(Rander Police Station)ના પીઆઇ સહિત એસીપી ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને હાલમાં પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

મૃતકના ભાઈએ જણાવતા કહ્યું હતું કે, ત્રણ ભાઈઓ પૈકી વસીમ પીર મોહમ્મદ શેખ બીજા નંબરનો ભાઈ હતો. મૃતક કાદરશાની નાળ નવો રોડ ઉપર પત્ની અને બે સંતાન સાથે રહેતો હતો. વસીમ ચાવાળા રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. સોમવારના રોજ રાત્રે ઘરે નહિ આવતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ગઈકાલે સવારે લગભગ 12:30 વાગે ફોન પર જાણકારી મળી હતી કે, વસીમની મૃતદેહ તેની રિક્ષામાંથી મળી આવ્યો છે. પરિવાર ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પોલીસ તપાસ કરી હતી.

વસીમનો કોઈ સાથે ઝઘડો નહોતો અને તે સાધારણ અને શાંત જીવન જીવતો હતો. વસીમની હત્યા પૈસાની લેતી દેતી કે, પછી અંગત મુદ્દાને લઈને કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. વસીમના ગળા ઉપરથી મળી આવેલા નખોરીયાના નિશાન અને દોરી વડે ગળું દબાવી હત્યા કરવામાં આવી હોય તેવુ લાગી રહ્યું છે. ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ પછી વસીમની મોતનું સ્પષ્ટ કારણ જાણી શકાશે. હાલ પોલીસે પત્નીના નિવેદનના આધારે એકની ધરપકડ કરી હોવાનું પણ સામે આવ્યું છે. હાલમાં આ સમગ્ર ઘટના મામલે રાંદેર પોલીસ વધુ તપાસ હાથ ધરી છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *