પરિવાર લગ્નની તૈયારી કરી રહ્યો હતો ને દીકરી થઇ બ્રેઈનડેડ, જતા-જતા પણ પાંચ લોકોને આપતી ગઈ નવજીવન

જામનગર (ગુજરાત): તાજેતરમાં ગુજરાત(Gujarat)માંથી માનવતા મહેકાવતો એક કિસ્સો સામે આવ્યો છે. જામનગર(Jamnagar)માં રહેતા શ્રીવાસ્તવ પરિવાર(Srivastava family)ના મોભી સોનુલાલ(Sonulal) પ્રેમ, સ્નેહ અને વાત્સલ્યની લાગણીઓ વચ્ચે મોટી થયેલી નિધિ(nidhi)ના લગ્ન નક્કી કરવા વારાણસી(Varanasi) ગયા. નાનપણથી જ પ્રેમ અને સ્નેહ વચ્ચે ઉછરેલી નિધિ હવે બીજાના પ્રેમ અને લાગણીઓ સાથે જોડાવા જઈ રહી હતી.

મળતી માહિતી મુજબ, જામનગરની રહેવાસી અને મૂળ વારાણસીની નિધિને માથામાં ઈજા થતાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સારવાર દરમિયાન નિધિ જીવન ટુંકાવશે તેવું એક ક્ષણ માટે પણ લાગતું ન હતું. પણ સર્જકે નિધિનો લેખ અલગ શાહીથી લખ્યો હશે. 3 દિવસની સઘન સંભાળના અંતે નિધિને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવી હતી.

આ દરમિયાન, બ્રેઇનડેડ થયા બાદ નિધીના પિતાએ પોતાની દિકરીને અન્યોમાં જીવંત રાખવા અંગદાનનો નિર્ણય લીધો હતો. નિધી, શ્રીવાસ્ત પરિવારથી જૂદી તો થઇ ગઇ પરંતુ તેની લાગણીઓ અને પરોપકારવૃતિ દ્વારા તે અન્યોના પરિવારનો અભિન્ન અંગ પણ બની ગઇ.

નિધીનું કોમળ અને ઋજુ સ્વભાવ ધરાવતું હ્યદય, તેની બંને કિડની, લીવર અને સ્વાદુપિંડનું દાન કરવામાં આવ્યું હતું. જે અન્ય જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવશે. ૫ વ્યક્તિઓ અને પરિવાર થકી તે અંદાજીત 25 ને નવજીવન આપતી ગઇ. કારણ કે, અંગદાનમાં મળેલા અંગોથી એક વ્યક્તિનું જીવન સુધર્યુ અને આખાય પરિવારના સંધર્ષનો કદાચિત અંત આવ્યો.

સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ આ ભાવૂક ક્ષણે ભાવસભર સ્વરે કહે છે કે, નિધી જેવા કેટલાય યુવાન કે જેમણે પોતાની પ્રતિભાથી રાષ્ટ્રનિર્માણમાં સહભાગી થવાનું હતુ તેઓ વિધીના લેખ આગળ ઘૂંટળીયા ટેકી ગયા. ભગવાન સામે તો કોઇનુંય ચાલતુ નથી. પરંતુ હા ભગવાનની મરજી બાદ પરિવારજનો જ્યારે અંગદાનની મંજૂરી આપે છે ત્યારે તે કદાચ પરમાત્મા સાથે પોતાના સ્વજનનું મિલન કરાવે છે.

જાણવા મળ્યું છે કે, નિધીના અંગ દાનથી સિવિલ હોસ્પિટલમાં 100 કિડનીના દાન પૂર્ણ થયા છે. અત્યારસુધીમાં સિવિલ હોસ્પિટલમાં 62 અંગદાતાઓના અંગદાનથી મળેલા કુલ 195 અંગોથી 173 વ્યક્તિઓને નવજીવન પ્રાપ્ત થયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *