રિક્ષા ડ્રાઇવર પ્રેમી પંખીડાઓથી એટલાં કંટાળી ગયાં કે બોર્ડ લગાવી લખ્યું,’નો રોમાન્સ, આ OYO નથી…’

No Romance in Auto: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક યુઝર્સે ઓટો રિક્ષા ચાલક તરફથી પોતાના યાત્રીઓ માટે બનાવેલી ચેતવણીનો ફોટો શેર કર્યો છે. તેના પર નેટિજન્સ મજેદાર પ્રતિક્રિયા આપી રહ્યા છે. 23 વર્ષના યુઝર આન્યા દ્વારા શેર (No Romance in Auto) કરવામાં આવેલી તસવીર એક પ્રિન્ટેડ બોર્ડ પર ઓટો માટે બનાવેલા નિયમ જોઈ શકાય છે.

કેટલો કંટાળ્યો હશે! આ રીક્ષા ચાલક
આ તસવીર ઓટો પાછળ બેઠેલા યાત્રીએ ક્લિક કરી છે. તેમાં ડ્રાઈવરે પોતાની કેબમાં રોમાન્સ વિરુદ્ધ ચેતવણી આપી છે અને યાત્રીઓને સન્માનજનક વ્યવહાર કરવા કહ્યું છે.ચેતવણીમાં લખ્યું હતું કે, “વોર્નિંગ નો રોમાન્સ. આ એક કેબ છે.

તમારી પ્રાઈવેટ જગ્યા કે OYO નથી, એટલા માટે મહેરબાની કરીને અંતર રાખો અને શાંત રહો. સન્માન આપો અને રિસ્પેક્ટ મેળવો. ધન્યવાદ.” આ પોસ્ટ પર અત્યાર સુધીમાં હજારો લોકોએ પ્રતિક્રિયા આપી છે. સાથે જ તેનાથી એક નવી ચર્ચા છંછેડાઈ ગઈ છે.

લોકોએ કરી કમેન્ટ્સ
અમુક સોશિયલ મીડિયા યુઝર્સે ડ્રાઈવરને પોતાના યાત્રીઓ પ્રત્યેના દ્રષ્ટિકોણના વખાણ કર્યા છે. તો વળી કેટલાક લોકોને આ ચેતવણી મજેદાર લાગી. એક યુઝરે કોમેન્ટ કરી, “આ ખૂબ મજેદાર છે.” પોસ્ટને શેર કરનારા યુઝરે પણ એક હળવી ટિપ્પણી કરી છે. અન્ય લોકોએ OYO દ્વારા હાલમાં જ દિશા નિર્દેશોનો હવાલો આપતા મજાક ઉડાવી હતી. જેમાં કહેવાયું હતું કે, મેરઠમાં અવિવાહિત કપલને હવે ચેક ઈન કરવાની પરવાનગી નથી. એક અન્ય યુઝરે કહ્યું કે, “સ્વાભાવિક છે કે OYO ને પણ રોમાન્સથી સમસ્યા છે.”

આપને જણાવી દઈએ કે, OYOએ મેરઠની પાર્ટનર હોટલો માટે એક નવી ચેક ઈન નીતિ લાગુ કરી છે. તે અનુસાર, અવિવાહિત કપલને હવે ચેક ઈનની પરવાનગી નથી. એટલે કે ફક્ત પતિ-પત્ની જ હોટલમાં રૂમ બુક કરાવી શકશે.