જનતાનું ભલું છોડી પોતાનો વિકાસ કરતા અધિકારીઓ સામે ACBની લાલ આંખ- સુરેન્દ્રનગરમાંથી 1.5 લાખની લાંચ લેતા ઝડપાયો કોન્સ્ટેબલ

Constable caught asking for bribe in Surendranagar: અવાર નવાર લાંચિયા અધિકારીઓની પોલ ખુલતી હોઈ તેવા કિસ્સાઓ વારંવાર સામે આવ્યા કરે છે. લાંચિયા અધિકારીઓના અનેક જગ્યાએ ચમક્યા કરે છે,જુદા જુદા ક્ષેત્રના ખૂબ મોટો પગાર ધરાવનાર લાંચિયા બાબુઓ હજારથી લઈ લાખોની લાંચના છટકામાં ફસાયા. કેટલાક તો નિવૃત્તિના આરે હતા, છતાં ન ડર્યા! ત્યારે આજે ફરી એકવાર સુરેન્દ્રનગરના લખતર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલને 50 હજાર રૂપિયાની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)એ રંગેહાથ ઝડપ્યો હતો.

મળતી જાણકારી અનુસાર, લખતર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ સરદારસિંહ પરમાર 50 હજાર રૂપિયાની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયો હતો. લખતર પોલીસ મથકના કોન્સ્ટેબલને ACB ટીમે લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. જેમાં પ્રોહીબિશનના ગુનામાં નામ નહી લખવા બાબતે કોન્સ્ટેબલ સરદારસિંહ પરમારે રૂપિયા 1.5 લાખની લાંચ માંગી હતી. ફરિયાદીએ ACB ટીમને જાણ કરતા લખતર પોલીસ મથકે છટકું ગોઠવી કોન્સ્ટેબલને રૂપિયા 50,000ની લાંચ લેતા ઝડપી પાડ્યો હતો. ત્યારે પ્રજાજનોની રક્ષા કરતા પોલીસ કોન્સ્ટેબલ જ લાંચ લેતા ઝડપાતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. ત્યારે એસીબી ટીમે કોન્સ્ટેબલ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાસ્તવમાં કોન્સ્ટેબલ સરદારસિંહ પરમારે પ્રોહિબિશનના એક ગુનામાં ફરિયાદીનું નામ ન લખવાના બદલામાં દોઢ લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી. જોકે બંન્ને વચ્ચે રકઝક બાદ અંતે 60 હજાર રૂપિયામાં કોન્સ્ટેબલ સરદારસિંહ માન્યો હતો. ફરિયાદી લાંચની રકમ આપવા ન માંગતા હોવાના કારણે તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો. વાસ્તવમાં ફરિયાદીના મિત્રને ત્યાં લખતર પોલીસે દારૂની માહિતીના આધારે દરોડો પાડ્યો હતો. આ સમયે ફરિયાદીનો મિત્ર સ્થળ પર હાજર મળી આવ્યો ન હતો.

જેના આધારે મોરબી એસીબીએ લખતર પોલીસ સ્ટેશનમાં ટ્રેપ કરી 50 હજારની લાંચ સ્વીકારતા પોલીસ કોન્સ્ટેબલ સરદાર સિંહ પરમારને ઝડપી પાડ્યો હતો. એસીબીની આ કાર્યવાહીથી લાંચિયા અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. એસીબી ટીમે કોન્સ્ટેબલ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અતે ઉલેખ્નીચે કે, ગઈકાલે સુરતમાં પણ એસીબીએ સપાટો બોલાવ્યો હતો. રૂપિયા 2.50 લાખની લાંચ કેસમાં પાલિકા અધિકારી સહિત પટાવાળાની ધરપકડ કરવામાં આવી હતી. પાલિકાના ચીફ એકાઉન્ટન્ટને રૂપિયા 2.50 લાખની લાંચ કેસમાં ઝડપી પાડવામાં આવ્યો હતો.આવા કિસ્સાઓ જોતા લોકોના મનમાં એક વિચાર જરૂરથી આવે છે કે મળતા ઊંચા પગારમાં તો આરામભરી જિંદગી જીવી શકાય તેમ હોય છે છતાંય ‘ ઉપરની મલાઈ ‘ કે ‘ ટેબલ નીચેની રકમ ‘ ખાવામાં આ જાડી ચામડીના ઘુસણખોર અધિકારીઓને શરમ પણ નથી આવતી!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *