મિત્રો આજે અમે તમને આ લેખમાં રામદેવ પીરની એવી વાત જણાવવા જઈ રહ્યા છીએ જે તમે ક્યારેય નહિ સાંભળી હોય. જણાવી દઈએ કે, બાળપણમાં રામદેવજીએ જે ઘોડાનો પરચો બતાવ્યો હતો તેનાથી લોકો મંત્રમુગ્ધ થઇ ગયા હતા. તમે જાણતા જ હશો કે રામદેવજી માટે લીલા રંગના ઘોડાની પસંદગી કરવામાં આવે છે.
આ ઉપરાંત, તમે જોયું જ હશે કે રામદેવજીના ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે રામદેવજીને લીલો ઘોડો ચડાવે છે. જો તમે પણ આમ કરો છો તો તમારી પણ મનોકામનાઓ ચોક્કસ પૂર્ણ થશે. જણાવી દઈએ કે, ધૂપ કરતા પહેલા ઘરને સારી રીતે સાફ કરો, અગરબત્તી ઘરની ઇશાન દિશામાં હોવી જોઈએ અને ધૂપ સુગંધ ઘરના ખૂણે-ખૂણે ફેલાય જવી જોઇએ.
માનવામાં આવે છે કે, ભાદરવા સુદ સાતમના દિવસે રામદેવજી મહારાજને લીલા સંકેલી લેવાની અજમલજી તરફ ઈશારો કર્યો. તેમને સ્વપ્ન આવ્યું હતું કે, દ્વારકામાં રત્નોથી સુશોભિત હીંડોળા મા રણછોડરાય બિરાજ્યા છે. ત્યાં રામદેવપીર આવ્યા અને રણછોડરાયમાં લીન થયા એ જ વખતે લીલો ઘોડો ગરુડજીમાં સમાઈ ગયો હતો.
આ જઈને અજમલજી ગયા અને જોરથી રામદેવપીરની બુમો પાડી હતી. અજમલજીને ફરી હોશ આવી ગયો ત્યારે રામદેવજીએ કહ્યું કે, હું ભાદરવા સુદ નવમીના દિવસે સમાધિ લેવા જઈ રહ્યો છું આ તેમનો નિર્ણય મક્કમ છે. આ કારણે અજમલજી અને મીણલદે સર્વને વજ્રપાત થયો. માતા મીણલદે કલ્પાંત કરવા લાગ્યા ત્યારે રામદેવજીએ કહ્યું કે, આ જગતમાં જન્મે છે એકલો અને મરે પણ એકલો.
રણુજામાં ભાદરવા સુદ નોમના દિવસે પીરના નેજા ચઢાવવામાં આવ્યા હતા. માતાએ તેને તિલક કરીને ગળામાં ફૂલોની માળા પહેરાવી હતી. રામદેવજીએ કબર ખોદવાનો આદેશ આપ્યો. બધા સંબંધીઓને મળ્યા અને આ વખતે ડાલીબાઈ એ વાતનો પુરાવો છે કે, આવી સમાધિનું સ્થાન તેમનું પોતાનું છે. પોતે રામદેવજી મહારાજના આશીર્વાદ સાથે સમાધિ લે છે. ભાદરવા સુદ અગિયારસનો દિવસ રામદેવજી મહારાજના પડદે પરિયાણનો દિવસ માનવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.