દાંપત્યજીવનની શરૂઆત કરે તે પહેલા જ વર-કન્યા સહિત 4 લોકોના મોત- જાણો ક્યા બન્યો આ ભયંકર માર્ગ અકસ્માત

મધ્યપ્રદેશ(Madhya Pradesh): રતલામમાં સોમવારે એક માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના ચાર સભ્યોના મોત થયા હતા. ગયા અઠવાડિયે 5 ફેબ્રુઆરીના રોજ, લગ્નના બંધનમાં બંધાયેલા નવદંપતીદાંપત્યજીવનની શરૂઆત કરે તે પહેલા જ વર-કન્યા સહિત બે સંબંધીઓ પણ અકસ્માતનો ભોગ બન્યા છે.

મૃતક ધાર જિલ્લાના ધરમપુરી વિસ્તારના રહેવાસી હોવાનું કહેવાય છે. 9 ફેબ્રુઆરીના રોજ લગ્નના બંધનમાં બંધાયેલા નવદંપતીનું પણ અકસ્માતમાં મોત થયું હતું. તેના સિવાય તેના બે સંબંધીઓ પણ અકસ્માતનો ભોગ બન્યા છે. અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં આગળનો કાચ પણ તૂટીને બહાર આવી ગયો હતો. અને 4 ઈ લોકોના મૃતદેહ બહાર કાઢવામાં ભારે જહેમત ઉઠાવવી પડી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માત બિલપંક પાસે જમુનિયામાં થયો હતો. ધરમપુરીમાં હાઈવે પર રેસ્ટોરન્ટ ચલાવતા રવિરાજ સિંહના લગ્ન 9 ફેબ્રુઆરીએ રાજસ્થાનની રેણુ સાથે થયા હતા. લગ્ન બાદ રેણુ પહેલીવાર તેના મામાના ઘરે જતી રહી હતી. રેણુંના પતિ રવિરાજની સાથે બે કાકીઓ પણ કન્યાને મૂકવા માટે અર્ટિગા કાર (MP-39/C-0957) માં તેની સાથે જઈ રહી હતી.

સોમવારે સવારે 6 વાગ્યે બધા ઘરની બહાર નીકળી ગયા હતા. ત્યારે બિલપંક પાસે જમુનીયામાં એક ભયાનક અકસ્માત થયો હતો. જે કારમાં તેઓ રાજસ્થાન જઈ રહ્યા હતા તે ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં અન્ય એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. તેને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. કારમાંથી લગ્નની વસ્તુઓ, ત્રણ ટ્રોલી બેગ, મીઠાઈ અને ફૂડ પેકેટ મળી આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *