BJP ધારસભ્યની કારે બાઇક સવાર કાકા-ભત્રીજાને કચડ્યા- પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું

ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરી જિલ્લામાં રવિવારે મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. ઝડપભેર આવતી સ્કોર્પિયો કારે બાઇક સવાર કાકા-ભત્રીજાને કચડી નાખ્યા હતા. આ…

ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરી જિલ્લામાં રવિવારે મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. ઝડપભેર આવતી સ્કોર્પિયો કારે બાઇક સવાર કાકા-ભત્રીજાને કચડી નાખ્યા હતા. આ ઘટનામાં કાકા-ભત્રીજા બંનેના ઘટનાસ્થળે જ મોત થયા છે. સ્કોર્પિયો કાર લખીમપુર સદર વિધાનસભા સીટના સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP)ના ધારાસભ્ય યોગેશ વર્માની જણાવવામાં આવી રહી છે.

મળતી માહિતી મુજબ, આ અકસ્માત લખીમપુર-બહરાઈચ રોડ પર થયો હતો. સંબંધમાં કાકા-ભત્રીજા જણાતા બે યુવકો બાઇક પર ક્યાંકથી ઘરે પરત ફરી રહ્યા હતા. બાઇક સવારો રામપુર નજીક પહોંચ્યા જ હતા ત્યારે એક ઝડપી સ્કોર્પિયોએ તેમને ટક્કર મારી હતી. સ્કોર્પિયોની ટક્કરથી બાઇક સવાર યુવક પડી ગયો હતો.

પુરપાટ ઝડપે આવતી સ્કોર્પિયોએ બંનેને કચડી નાખ્યા હતા. સ્કોર્પિયો કાર પર MLA લખેલું હતું. આ વાહન લખીમપુર સદર સીટના સત્તાધારી બીજેપી ધારાસભ્ય યોગેશ વર્માનું કહેવાય રહ્યું છે. ધારાસભ્ય યોગેશ વર્માની પત્નીના નામે સ્કોર્પિયો રજિસ્ટર્ડ છે. જણાવવામાં આવી રહ્યું છે કે જે સમયે આ અકસ્માત થયો તે સમયે ધારાસભ્ય યોગેશ વર્મા વાહનમાં ન હતા.

દુર્ઘટનાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે, વધુ ઝડપને કારણે ડ્રાઈવરે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો. અકસ્માતની માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતકના મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. આ ઘટનાની જાણ મૃતકના ગામમાં થતાં જ હોબાળો મચી ગયો હતો. યુવકના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પરિવારના સભ્યોની હાલત ખરાબ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *