પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમના બંદોબસ્તમાં જઈ રહેલા પાંચ પોલીસકર્મીના અકસ્માતમાં મોત

રાજસ્થાનના નાગૌર જિલ્લામાં એક માર્ગ અકસ્માતમાં પાંચ પોલીસકર્મીઓના મોત થયા છે. જ્યારે બે ગંભીર રીતે ઘાયલ છે. ઘાયલ પોલીસકર્મીઓને (Road accident in Nagaur) નાગૌરની જેએલએન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે જીવ ગુમાવનારા તમામ પોલીસકર્મીઓ ખિંવસર પોલીસ સ્ટેશનના છે. પોલીસ વિભાગ પાસેથી મળેલી માહિતી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે ઝુંઝુનુમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરવાના છે. જેને ધ્યાનમાં રાખીને આ પોલીસકર્મીઓની ડ્યુટી સભા સ્થળે (Road accident in Nagaur) મુકવામાં આવી હતી.

તેઓ રવિવારે સવારે નાગૌરના ખિંવસર પોલીસ સ્ટેશનની પોલીસ કારમાં ઝુંઝુનુ જઈ રહ્યા હતા. આ દરમિયાન પોલીસકર્મીઓની કાર રોડ પર ઉભેલી ટ્રોલી સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં પાંચ પોલીસકર્મીઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. આ અકસ્માત ચુરુ જિલ્લાના કનુતા અને ખબડિયાના વચ્ચે નેશનલ હાઈવે 58 પર થયો હતો.

નાગૌર જિલ્લાના ખિંવસર પોલીસ સ્ટેશનના પોલીસકર્મી રામચંદ્ર, કુંભરામ, થાનારામ, લક્ષ્મણ સિંહ અને સુરેશનું અકસ્માતમાં મોત થયું હતું. ગંભીર રીતે ઘાયલ થયેલા પોલીસકર્મીઓમાં એક કોન્સ્ટેબલ સુખરામ અને બીજા હેડ કોન્સ્ટેબલ સુખરામનો સમાવેશ થાય છે. બંનેની સારવાર નાગૌરની જેએલએન હોસ્પિટલમાં ચાલી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે પોલીસકર્મીઓને લઈને જઈ રહેલી કાર સામેથી આવી રહેલા એક ટ્રક સાથે અથડાઈ હતી, જેના કારણે આ અકસ્માત થયો હતો.

પોલીસકર્મીઓની કાર અકસ્માતની માહિતી મળતા જ પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. સ્થાનિક પોલીસ સ્ટેશનને અકસ્માતની માહિતી મળતાની સાથે જ ઈમરજન્સી સિક્યોરિટી ટીમ તરીકે એક ટીમ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. ઇજાગ્રસ્ત પોલીસકર્મીઓને અકસ્માતગ્રસ્ત કારમાંથી બહાર કાઢીને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસકર્મીઓનું કહેવું છે કે કારની હાલત જોઈને લાગે છે કે અકસ્માત કાર અને ટ્રોલી વચ્ચેની ટક્કરમાં થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *