છેલ્લા સાત દિવસમાં ચોથી ઘટના- વધુ એક ટ્રક ચાલકે બે અધિકારીઓને કચડ્યા- બંનેના કમકમાટી ભર્યા મોત

ઉત્તર પ્રદેશના સુલતાનપુર (Sultanpur, Uttar Pradesh) માં એક ટ્રક ડ્રાઈવરે એઆરટીઓ એન્ફોર્સમેન્ટના કોન્સ્ટેબલ અને ડ્રાઈવરને કચડી નાખ્યા. આટલું જ નહિ એઆરટીઓના વાહનને પણ ટક્કર મારી…

ઉત્તર પ્રદેશના સુલતાનપુર (Sultanpur, Uttar Pradesh) માં એક ટ્રક ડ્રાઈવરે એઆરટીઓ એન્ફોર્સમેન્ટના કોન્સ્ટેબલ અને ડ્રાઈવરને કચડી નાખ્યા. આટલું જ નહિ એઆરટીઓના વાહનને પણ ટક્કર મારી હતી અને ત્યારબાદ ચાલક ટ્રક છોડી ભાગી ગયો હતો. આ અકસ્માતમાં બંને કર્મચારીઓના મોત થયા છે, જ્યારે એક અધિકારી બચી ગયો હતો.

એઆરટીઓ અધિકારીએ ટ્રકને રોકવાનો સંકેત આપ્યો હતો હતો, પરંતુ ટ્રક ડાઈવરે ટ્રક રોકવાને બદલે વધુ સ્પીડ પકડી હતી અને ઘટનાને અંજામ આપ્યો હતો. દુર્ઘટનાની માહિતી મળતા જ પોલીસ અધિક્ષક સોમેન બર્મા ફોર્સ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. આ મામલે ARTO એન્ફોર્સમેન્ટે કેસ નોંધ્યો છે. પોલીસે ટ્રકનો કબજો મેળવી કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ અધિકારીઓને વાહનોથી કચડી નાખવાની આ ઘટના છેલ્લા એક સપ્તાહમાં ચોથી ઘટના છે. આ પહેલા હરિયાણામાં ડીએસપી અને ઝારખંડમાં એસઆઈને અને ગુજરાતમાં પોલીસ કોન્સ્ટેબલને ગુનેગારોએ કચડીને મારી નાખ્યા હતા.

ગોસાઈગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના માધવપુર છટૌના ગામ પાસે આ અકસ્માત થયો હતો. એઆરટીઓ એન્ફોર્સમેન્ટ રાકેશ કુમાર વર્મા મંગળવારે સવારે લગભગ 4 વાગ્યે લખનૌ-બલિયા રોડ પર ચેકિંગ માટે નીકળ્યા હતા. માધવપુર છટાણા ગામ પાસે વાહનમાંથી નીચે ઉતરીને ટીમ સાથે વાહનોનું ચેકીંગ કરી રહ્યા હતા.

દરમિયાન ટીમે સુલતાનપુરથી કાદીપુર તરફ જઈ રહેલી સ્પીડમાં આવતી ટ્રકને રોકવાનો ઈશારો કર્યો હતો, પરંતુ ટ્રક ચાલકે રોકવાને બદલે સ્પીડ વધારી દીધી હતી. એઆરટીઓમાં કોન્ટ્રાક્ટ પર રહેલા કોન્ટ્રાક્ટ ડ્રાઈવર અબ્દુલ મોબીન અને કોન્સ્ટેબલ અરુણ સિંઘે ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ટ્રક ડ્રાઈવરે તેમને કચડી નાખ્યા હતા. આ પછી રોડની બાજુમાં પાર્ક કરેલી એઆરટીઓની કારને પણ ટક્કર મારી હતી.

એઆરટીઓ એન્ફોર્સમેન્ટ રાકેશ કુમાર વર્માએ તાત્કાલિક પોલીસને બોલાવી હતી, પરંતુ ટ્રક ચાલક ભાગી ગયો હતો. પોલીસ પહોંચે તે પહેલા ડ્રાઈવર મોબીન અને કોન્સ્ટેબલ અરુણનું મોત થઈ ગયું હતું. અરુણ સિંહ લખનૌના બીકેટીનો રહેવાસી હતો. ડ્રાઈવર મોબીન સુલતાનપુરના કોતવાલી નગરના શાસ્ત્રીનગરનો રહેવાસી હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *