અમદાવાદમાં લૂંટેરી દુલ્હને યુવકને લગાવ્યો ચૂનો: લાખોની રોકડ અને દાગીના લઈ રફુચક્કર, જાણો વિગતવાર

Ahmedabad Luteri Dulhan: અમદાવાદમાં વધુ એક વખત લૂંટેરી દુલ્હનનો કિસ્સો સામે આવ્યો છે. લગ્નના થોડા દિવસ બાદ યુવતી ચાર લાખની રોકડ અને દાગીના (Ahmedabad Luteri Dulhan) લઈને ફરાર થઈ ગઈ હતી. જેથી લગ્ન કરનાર યુવકે યુવતી સહિત 9 લોકો સામે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ચાર લાખની રોકડ અને દોઢ લાખના દાગીના લઈને ફરાર
અમદાવાદના મકરબામા રહેતા અનીલ અગ્રવાલને મેરેજબ્યુરોના નામે સાહીબલાલ શાહો નામના શખ્સે ઉત્તરપ્રદેશના વારણસી ખાતે રહેતી દિવ્યાસિંહનો સંપર્ક કરાવ્યો હતો. 4 જુલાઈ 2024ના રોજ ઉત્તરપ્રદેશમાં યુવતી અને તેના પરિવાર સાથે મુલાકાત થયા બાદ 11 જુલાઈએ લગ્ન કરી લીધા હતા.આ યુવતી લગ્ન બાદ અમદાવાદ યુવકના ઘરે રહેવા આવી હતી.લગ્નના એક જ મહિનામા ચાર લાખની રોકડ અને દોઢ લાખના દાગીના લઈને ફરાર થઈ ગઈ છે.આ યુવતી છુટાછેડાની માંગ કરીને પોકસોના ગુનામા ફસાવી દેવાની ધમકી આપીને વધુ રૂ 10 લાખની માંગણી કરી હતી.

લૂંટેરી દુલ્હન ઉત્તરપ્રદેશના વારાણસીની રહેવાસી છે
લૂંટેરી દુલ્હનનો શિકાર બનેલો અનીલ અગ્રવાલ મુળ ઉત્તરપ્રદેશના નયાગઢ જીલ્લાનો રહેવાસી છે અને છેલ્લા બે વર્ષથી અમદાવાદમાં રહે છે. સુનિલ મકરબા ખાતે આવેલી ફ્રાર્મા કપંનીમા જનરલ મેનેજર તરીકે નોકરી કરે છે.તે એક મિત્ર દ્વારા મેરેજ બ્યુરોના સાહીબલાલના સંપર્કથી લૂંટેરી દુલ્હનની જાળમા ફસાયો હતો.લૂંટેરી દુલ્હન ઉત્તરપ્રદેશના વારાણસીની રહેવાસી છે.તેની સાથે તેનો પરિવાર પણ સંડોવાયેલો છે.આરોપી યુવતીના પરિવારે 10 દિવસમા લગ્ન કરવાનુ કહ્યુ નહિ તો બે વર્ષ રાહ જોવાનુ જણાવીને યુવક પર દબાણ કર્યું હતુ.

પોલીસે આરોપીની ધરપકડની કાર્યવાહી હાથ ધરી
લગ્નના સપના જોઈ રહેલો યુવક ધામધૂમથી લગ્ન કરીને દુલ્હનને ઘરે લાવ્યો હતો.લૂટેરી દુલ્હને કિમતી દાગીના અને કપડાની ખરીદી કરાવી હતી. ત્યારબાદ તક મળતા ઘરનો સામાન,દાગીના અને રોકડ લઈને ફરાર થઈ ગઈ હતી.

ઓગષ્ટ 2024મા લૂંટેરી દુલ્હનનો ભોગ બનેલા યુવકે અનેક રજૂઆત કર્યા બાદ પોલીસે 8 મહિના પછી ફરિયાદ નોંધી છે. સરખેજ પોલીસે લૂંટેરી દુલ્હનના કેસમા વારાણસી મેરેજ બ્યુરોના સંચાલક સાહીબલાલ શાહો, લૂંટેરી દુલ્હન દિવ્યાસિંહ, ચંદ્રા શેઠ, રાકેશ બિંદ, જાગૃતિસિંહ, શ્રેયસ બિંદ, રચના ગુપ્તા, રૂદ્રનેદ્ર તિવારી અને પ્રગતી પાંડે સહિત 9 લોકો વિરૂદ્ધ વિશ્વાસઘાત કરીને રૂપિયા પડાવી લેવાની ફરિયાદ કરી છે. પોલીસે લૂંટેરી દુલ્હન અને ટોળકીને પકડવા જુદી જુદી ટીમો બનાવીને આરોપીની ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.