ધોળે દિવસે સુરતમાં યુપી સ્ટાઇલમાં તમંચાના દમ પર લૂંટ- જુઓ વિડીયો

સુરત (Surat) શહેરમાં દિવસેને દિવસે ક્રાઈમ (Crime) વધી રહ્યો છે. ચોરી, લૂંટ અને હત્યા સુરત શહેરમાં સામાન્ય વાત બની ગઈ છે. દરરોજ કેટલાક વિસ્તારોમાં લૂંટ અને હત્યાના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે ફરી એક વખત સુરત શહેરના પુણા (Puna) વિસ્તારમાં બંદુકની અણીએ દુકાનદારને લૂંટી લેવાની, ઘટના સામે આવી છે.

સુરત શહેરમાં વધતા જતા ક્રાઈમ ને કારણે સામાન્ય જનતામાં ડરનો માહોલ છવાયો છે. કારણ કે, સામે ઉભેલો કોઈ વ્યક્તિ ક્યારે શું કરી બેસે છે? તેની કોઈને જ ખબર નથી! ફરી એક વખત આવી જ ઘટના બનતા વ્યાપારી અને લોકોમાં ડરનો માહોલ છવાયો છે.

મળતી માહિતી અનુસાર ત્રણ જેટલા લૂંટારુઓ દુકાનમાં ઘૂસી બંદૂક અને લોખંડનો પાઈપ બતાવીને ખુલ્લેઆમ લૂંટ મચાવી હતી. મહારાષ્ટ્ર (MH 13 BB 2997) ની ગાડી નંબર પ્લેટ લઈને મોટરસાયકલ ઉપર આવેલા આ લૂંટારૂઓએ ગણતરીની મિનિટોમાં લૂંટ ચલાવી ત્યાંથી ફરાર થયા હતા.

આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ઘટના સર્જાતા જ પોલીસને આ અંગે જાણકારી આપવામાં આવી હતી. પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી, અને આગળની તપાસ હાથ ધરી હતી. આ મામલે પુણા પોલીસે લૂંટનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *