સુરતમાં પુરપાટ દોડતી સિટીબસ ઘુસી ગઈ દુકાનમાં- જુઓ આ ઘટનાના LIVE દ્રશ્યો

સુરત(Surat): શહેરમાં બેફામ રીતે ચાલતી સીટી બસ અને BRTS બસો લોકો માટે કાળનો કોળીયો બની રહી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે સુરતમાં પૂરપાટ દોડતી…

સુરત(Surat): શહેરમાં બેફામ રીતે ચાલતી સીટી બસ અને BRTS બસો લોકો માટે કાળનો કોળીયો બની રહી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે સુરતમાં પૂરપાટ દોડતી સિટી બસમાં અચાનક જ બ્રેક ફેઈલ(Surat City Bus Brake Fail) થઇ ગઈ હતી. પરંતુ મોટો અકસ્માત(Accident) બનતા રહી ગયો હતો. જેથી લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

મળતી માહિતી અનુસાર, પૂરપાટ દોડતી સિટી બસની અચાનક જ બ્રેક ફેઈલ થઇ જતા કોઈ મોટો અકસ્માત ન બને તે માટે ડ્રાઈવર દ્વારા સુજબુજ દાખવવામાં આવતા મોટો અકસ્માત ટાળી શકાયો હતો. જ્યારે બસની અંદર સવાર ત્રણ મહિલાઓને નાની ઈજા પહોંચી હતી.

ડ્રાઈવરની સુજબુજથી મોટો અકસ્માત ટળ્યો:
સિટી બસની અચાનક જ બ્રેક ફેઈલ થઇ જતા ડ્રાઈવરને લાગ્યું કે કોઈ મોટો અકસ્માત ના બને તે માટે તેને સુજબુજથી કામ લીધું અને બસને દુકાનમાં ઘુસાડી દીધી હતી. જેથી કોઈ અણબનાવ બનતા બનતા રહી ગયો હતો. જેને કારણે બસમાં સવાર ૩ મહિલાઓને નાની ઈજાઓ પહોચી હતી. જ્યારે બસ અને દુકાનને નુકસાન થયું હતું.

અકસ્માતનો વિડીયો વાયરલ:
અકસ્માતનો વિડીયો હાલમાં સોશીયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. વિડીયોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે, સીટી બસ દુકાનમાં ઘુસેલી જોવા મળી રહી છે. રાહતના સમાચાર એ છે કે, અકસ્માતમાં કોઈ મોટી જાનહાની થઇ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *