ગુજરાતના આ હાઈવે પર જતા હોવ તો ચેતી જજો! આંખમાં મરચું નાખી 59 લાખની લૂંટ આચરીને 12 આરોપી ફરાર

આણંદ(ગુજરાત): લૂંટારુઓએ આણંદ જિલ્લાને કર્મક્ષત્ર બનાવી લીધું હોય તેમ ચોરી અને લૂંટની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. મોડી રાત્રે આણંદ-સોજીત્રા રોડ ઉપર પીપળાવ ચોકડીથી…

આણંદ(ગુજરાત): લૂંટારુઓએ આણંદ જિલ્લાને કર્મક્ષત્ર બનાવી લીધું હોય તેમ ચોરી અને લૂંટની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. મોડી રાત્રે આણંદ-સોજીત્રા રોડ ઉપર પીપળાવ ચોકડીથી આગળ અમદાવાદની આંગડિયા પેઢીની ગાડી પસાર થઈ રહી હતી. ત્યારે પાછળથી બે કારમાં અજાણ્યા શખ્સો આવ્યા અને કારને અટકાવીને કારનો કાચ તોડી કારમાં મરચુ નાખીને 59 લાખ ઉપરાંતના સોના, ચાંદીનાના, દાગીના તથા કિંમતી હીરા ભરેલા થેલાની લુંટ કરવામાં આવી છે. સોજીત્રા પોલીસને આ ઘટનાની જાણ થતા આણંદના ડીવાયએસપી સહિતનો ઉચ્ચ અધિકારીનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને સમગ્ર બનાવની તપાસ શરુ કરી છે.

સૂત્ર દ્રારા જાણવા મળ્યું છે કે, ગઈકાલે અમદાવાદના મહેન્દ્રકુમાર આંગડિયા પેઢીના કર્મચારીઓ ઈન્ડિકા ગાડી લઈને અમદાવાદથી વડોદરા ગયા હતા. ત્યાંથી મોડી રાત્રે આંગડિયા પેઢીમાં માલસામાન લઈને તારાપુર જવા નીકળ્યા હતા. રાત્રીના 12 વાગ્યા પછી આણંદ સોજીત્રા રોડ ઉપર પીપળાવ ચોકડીથી આગળથી તેઓની કાર પસાર થઈ રહી હતી ત્યારે પાછળથી બે કાર આવી અંગાડિયા પેઢીની કારને ફિલ્મી સ્ટાઇલે રોકી હતી.

કારને અટકાવીને લૂંટારુઓએ ગાડીના કાચને દંડો મારી કાચ તોડી નાખ્યો હતો. એટલું જ નહીં, કારમાં બેસલ કર્મચારીઓની આંખમાં પણ મરચુ નાખ્યું હતું. કારના દરવાજા ખોલી ફિલ્મી રીતે હીરા અને સોના ચાંદીના દાગીના ભરેલા થેલાની સનસનાટી લુંટ ચલાવી લુંટારુઓ ભાગી ગયા હતા. પોલીસને આપેલ ફરિયાદ મુજબ લુંટની અંદાજીત કિંમત 59,84,000 જેટલી છે.

મળતી માહિતી અનુસાર, બે કારમાં લગભગ 8થી 12 લાકો આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ લોકો વડોદરાથી તેઓનો પીછો કરતા હોવાની પણ સામે આવ્યું છે. મોડી રાત્રે પીપળાવ સોજીત્રા રોડ ઉપર લાખોની રકમના દાગીના અને હીરાની લુંટ થતા ભય અને અસલામતીનો માહોલ સર્જાયો છે.

સોજીત્રા પોલીસને આ બનાવની જાણ થતા જ ઘટનાસ્થળે દોડી આવી હતી. વહેલી સવારે આણંદના ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ લુંટના કારણે ઘટનાસ્થળે દોડી ગયા હતા. લુંટારુઓને પકડી પાડવા માટે રાજ્યના વિવિધ વિસ્તારોમાં નાકાબંધી કરવામાં આવી છે તેમજ દરેક પોલીસ સ્ટેશનમાં લુંટનો સંદેશો મોકલી દેવામાં આવ્યો છે.

બે કારમાં દસથી બાર જેટલા વ્યક્તિ હતા. જેમાંથી ચાર વ્યક્તિઓએ કારમાંથી ઉતરીને આંગડિયા પેઢીના કર્મચારીઓની કારનો કાચ તોડીને કારમાં સવાર ચાર કર્મચારીઓ લક્ષ્મણસિંહ બારડ, કાર ડ્રાયવર વિનુભાઈ, પિયુષભાઈ અને અભયભાઈની આંખમાં મરચું નાખી હીરા અને દાગીના ભરેલા થેલાની લૂંટ ચલાવી હતી. પોલીસને આંગડિયા પેઢીના કર્મચારીઓએ જણાવ્યા મુજબ, લુંટ કરવા આવેલા લુંટારાઓ ગુજરાતી ભાષામાં બોલતા હતા.

પીએસઆઈ એ.પી. પરમારે જણાવ્યું હતું કે, આર. મહેન્દ્રકુમાર આંગડીયા પેઢીની સુરત, અમરેલી, અમદાવાદ સહિતના અનેક શહેરમાં શાખાઓ આવેલી છે. જેમાં સુરતથી કર્મચારીઓ તારાપુર ખાતે માલ સામાન લઈને આવતા હતા. અને અમરેલી ખાતેના કર્મચારીઓ પણ તારાપુર ખાતે માલ સામાન લઈને આવતા હતા. જેમાં તારાપુર ખાતે અમરેલીનો માલ સામાન અમરેલીના કર્મચારીઓ સુરત માટેનો માલ સુરતના કર્મચારીઓ સાથે ટ્રાન્સફર કરી લઇ જતા હતા. સુરતથી તારાપુર જઈ રહેલા કર્મચારીઓની રેકી કર્યા બાદ લૂંટને અંજામ આપ્યો હોઈ તેવું અનુમાન લગાવામાં આવી રહ્યું છે.

સુરતથી ચાર કર્મચારીઓ અમદાવાદની આંગડિયા પેઢીનો માલ લઈને નીકળ્યા હતા. જેથી અમદાવાથી એક કર્મચારી સરકારી બસમાં વડોદરા પહોંચ્યો હતો. વડોદરાથી કારમાં બેસી અમરેલી માલ પહોંચાડવા માટે નીકળ્યા હતા. જોકે તેમનો પીછો ચોરો અગાઉથી જ કરતા હોવાનું સામે આવતા એ બાબતે પોલીસ તપાસ કરી રહી છે.

આંગડિયા પેઢીના માલિકના જણાવ્યા અનુસાર, અમદાવાદથી લક્ષ્મણજી અને કેસુજી બારડ બસમાં વડોદરા જવા નીકળ્યા હતા. વડોદરાથી અમરેલી માલ લઈને તેમજ અમદાવાદથી સુરત મોકલવાનો માલ લઇને નીકળ્યા હતા. જેમાં સુરતનો માલ અંદાજે 30 લાખનો હતો. જયારે અમરેલીનો માલ 59.84 લાખનો હતો. પીપળાવ નજીક કારમાં અમરેલી માટે થેલા ભરેલો માલ 59.84 લાખનો લુંટાયો હતો. જયારે સુરતનો 30 લાખનો માલ બચી ગયો હતો. કારણે તે કારમાંથી માલ કાઢીને બે કર્મચારીઓ માલને સુરત પહોંચાડયો હતો. હાલમાં ચારે કર્મચારી સોજીત્રા પોલીસે પહોંચી ગયા હતા અને તેઓની પુછપરછ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *