રાંચી સહીત દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધતું જાય છે, હવે ડોકટરોની સાથે સ્વાસ્થ્ય કર્મીઓ પણ તેના સંક્રમણથી બાકાત રહયા નથી. આમ મહામારીમાં પોતાના જીવનું જોખમ ખેડીને પણ દર્દીઓની સારવાર કરતા તબીબો અને સ્ટાફને બચાવવા માટે ઝારખંડમાં રોબોટનો નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે.
સ્ટાફે કોરોના દર્દીઓની પાસે વારંવાર જવું ના પડે તે માટે આ રોબોટ જ ભોજન અને દવા લઇને જશે. પીટીઆઇના રિપોર્ટ અનુસાર જિલ્લા ઉપવિકાસ આયુકત આદિત્ય રંજને એવો રોબોટ તૈયાર કરાવ્યો છે જે કોવિડ-19ની મહામારીમાં દેવદૂત બની રહેશે.
આથી માનવ હસ્તક્ષેપ ઘટવાથી કોરોના વાયરસનું સંક્રમણ થવાની શકયતાઓ ઘટી જશે. સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ મુજબ કોરોના વાયરસથી 24 લોકો સંક્રમિત થયા છે. યાદ રહે ઝારખંડ એક એવું રાજય છે જયાં કોરોના વાયરસના ખૂબ સમય સુધી એક પણ કેસ નોંધાયો ન હતો.
સ્વાસ્થ્ય ઓફિસર્સનું માનવું છે કે કોવિડ-19ના સાત નવા કેસ રાંચી,બોકારો અને ગિરિડીહ જિલ્લામાંથી આવ્યા છે. ભારતમાં કોરોના વાયરસથી 10356 લોકો પરેશાન છે જયારે 339 લોકોના મોત થયા છે. ભારતમાં અત્યારે કોરોનાના એકટિવ કેસ 8988 છે.
કોરોના વાયરસનું સંક્રમણ રિપોર્ટમાં કોરોના પોઝિટૉવ માલૂમ પડતા દર્દીઓ દ્વારા ફેલાતો હોવાથી સોશિયલ ડિસ્ટન્સિંસ જાળવવું જરુરી છે. કેટલાક કેસમાં તો કોરોના વાયરસના દર્દીઓમાં કોઇ લક્ષણો જોવા મળતા નથી આથી તેઓ સાયલન્ટ રીતે કોરોના વાયરસ ફેલાવતા રહે છે.
સેંકડો તબીબો અને નર્સ મોતના મુખમાં કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર કરી રહી છે ત્યારે તેમને દર્દીઓ સાથેનું સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું અઘરું હોય છે પરંતુ દવાઓ અને ખોરાક રોબોટ જેવા આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને જોખમ ઘટાડી શકાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news