હરિયાણા: હરિયાણાના રોહતક જિલ્લામાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે. અહીં એક પોલીસ કોન્સ્ટેબલે પોતાને ગોળી મારીને આત્મહત્યા (Suicide) કરી લીધી ચગે. કહેવામાં આવી રહ્યું છે કે, મૃતક પોલીસ કોન્સ્ટેબલની (Police Constable) પત્ની સાથે ઘણા સમયથી વિવાદ ચાલતો હતો. મૃતક પોલીસ કોન્સ્ટેબલનું નામ સતેન્દ્ર મલિક (police constable Satendra Malik) છે અને તેણે સુખપુરા ચોક પાસેના મકાનમાં આત્મહત્યા કરી હતી. પોલીસ કોન્સ્ટેબલ સતેન્દ્ર મલિક હાલમાં પોલીસ લાઇનમાં ફરજ બજાવી રહ્યા હતા. અગાઉ, SWAT ટીમમાં ફરજ બજવી રહ્યા હતા.
ડેડ બોડીનું આજે પોસ્ટ મોર્ટમ કરાશે
બાતમી મળતાં સિટી પોલીસ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને લાશ પાસેથી પિસ્તોલ મળી આવી હતી. તેમજ મૃતકના સબંધીઓને પણ જાણ કરી હતી. મૃતદેહને પી.જી.આઈ. જ્યાં તેમનો પંચનામ ભરીને મોર્ચ્યુરીમાં રાખવામાં આવ્યો છે. મંગળવારે પરિવારજનોના નિવેદનો પર લાશનું પોસ્ટમોર્ટમ કરાશે.
પોલીસ તપાસમાં લાગી ગઈ હતી
પોલીસના જણાવ્યા અનુસાર, હેડ કોન્સ્ટેબલ સતેન્દ્ર મલિકે સોમવારે બપોરે 1.15 વાગ્યે ગોળી મારીને આત્મહત્યા કરી હતી. જો કે પોલીસનું કહેવું છે કે, હાલ કેસ અંગે કંઇ સ્પષ્ટ નથી. સતેન્દ્રની આત્મહત્યાને કારણે, અમે પરિવારના સભ્યોના આગમન પછી જ શોધી શકીશું. આ સિવાય સતેન્દ્ર ના મોબાઈલ ફોનથી પણ કેટલાક પુરાવા મળી આવશે. પોલીસ હાલ આ કેસની તપાસ કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.