થોડી તો શરમ કરો! ફરી એક વાર બાઇક પર પ્રેમી પંખીડાએ પાર કરી તમામ હદ- વિડીયો થયો વાયરલ

વાયરલ(Viral): લખનઉ(Lucknow) અને છત્તીસગઢ(Chhattisgarh)માં બાઇક પર રોમાન્સ કરવાનો વિડીયો (Romance Videos) સામે આવ્યા બાદ રાજસ્થાન(Rajasthan)ના અજમેર(Ajmer)થી એક નવો વિડીયો સામે આવ્યો છે. જ્યાં એક પ્રેમી યુગલ સોમવારે મોડી રાત્રે પ્રાદેશિક કોલેજ ચોકડીથી નૌસર વેલી સુધી ચાલતી બાઇક પર રોમાન્સ કરતા જોવા મળ્યું હતું.

વિડીયો વાયરલ થયા બાદ અજમેરના ક્રિશ્ચિયન ગંજ પોલીસ સ્ટેશને મંગળવારે કેસ નોંધ્યો હતો. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ફોયસાગર રોડના રહેવાસી સાહિલ મેસી (24) અને બાઇક પર સવાર એક યુવતીની ઓળખ કરી હતી. ત્યારબાદ સાંજે પોલીસે દંપતીને પકડીને પૂછપરછ કરી હતી અને તેમજ બાઇક કબજે કરી લીધી હતી.

કરણ સિંહ ખાંગરોટે જણાવ્યું હતું કે, પોલીસે IPC કલમ 336- (જીવન જોખમમાં મૂકવું), 279- (બેદરકારી કૃત્ય), 294- (જાહેર સ્થળે અશ્લીલ કૃત્ય) હેઠળ કેસ નોંધ્યો છે. એક ટીમ બનાવી તપાસ હાથ ધરી છે. ખાતરી થતાં યુવકો સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

વિડીયો માં જોવા મળતું હતું કે એક યુવક બાઇક ચલાવી રહ્યો છે. છોકરી આગળ અને પાછળ મોઢું કરીને બેઠી છે. બાઈક સવાર અજમેરથી પુષ્કર તરફ જઈ રહ્યા છે. જાહેર સ્થળે અશ્લીલતા અને જીવ જોખમમાં મુકીને આ કૃત્ય આચરવામાં આવતું હોવાની શહેરમાં ચર્ચા છે.

આ પહેલા 21 જાન્યુઆરીના રોજ, છત્તીસગઢના ભિલાઈમાં એક ટાઉનશીપની શેરીઓમાં ચાલતી બાઇક પર રોમાન્સ કરવામાં કપલને ખૂબ જ ભારે પડ્યું હતું. બંનેના આ કૃત્યનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જે બાદ પોલીસે આ કપલની તપાસ શરૂ કરી અને વીડિયોના આધારે બાઇક સવાર છોકરા અને છોકરીની ધરપકડ કરવામાં આવી. વાયરલ વિડીયોમાં બતાવવામાં આવ્યું હતું કે છોકરો બાઇક ચલાવી રહ્યો છે અને છોકરી બાઇકની ટાંકી પર છોકરાની સામે બેઠી છે. છોકરી છોકરાને ગળે લગાવીને કિસ કરતી જોવા મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *