કોઈ નહીં જોવે માનીને કપલે ચાલુ બાઈકમાં કરી નાખ્યું બેડરુમવાળું કામ- જુઓ વાઈરલ વિડીયો 

Couple Kissing On Bike In Ghaziabad: NH-9 પર ફિલ્મી સ્ટાઈલમાં ફરતી બાઇક પર રોમાન્સ થઈ રહ્યો હતો, યુવક અને યુવતી નિયમો તોડીને જઈ રહ્યા હતા. ત્યાંથી પસાર થઈ રહેલા એક વ્યક્તિએ તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

વીડિયોમાં યુવકે બાઇકની ટાંકીની પર યુવતીને પોતાના ખોળામાં બેસાડી રાખી હતી. આ દરમિયાન કોઈએ હેલ્મેટ પહેર્યું ન હતું અને સ્ટંટ(Couple Kissing On Bike In Ghaziabad) કરતા હતા. પોલીસ તપાસમાં બાઇકનો નંબર વિશાખાપટ્ટનમનો હોવાનું જાણવા મળ્યું હતું. આ પછી બાઇક માટે 21 હજારનું ચલણ કાપવામાં આવ્યું હતું.

મળતી માહિતી મુજબ મંગળવારે મોડી રાત્રે સફેદ ટી-શર્ટ પહેરેલો યુવક બાઇક પર જઇ રહ્યો હતો. તેણે યુવતીને બાઇકની ટાંકીના સહારે ઊંધી બેઠેલી રાખી હતી. યુવક કોઈની પણ પરવા કર્યા વિના જીવ જોખમમાં મુકીને NH-9 પરથી બાઇક પર જઈ રહ્યો હતો. આ દરમિયાન ત્યાંથી પસાર થતા કાર સવાર ટૂર અને ટ્રાવેલ ઓપરેટરે વીડિયો વાયરલ કર્યો હતો.

જ્યારે પોલીસે તપાસ કરી તો જાણવા મળ્યું કે વીડિયો ઈન્દિરાપુરમ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. આ પછી જાણવા મળ્યું કે આ બાઇકનો નંબર વિશાખાપટ્ટનમનો છે. ગાઝિયાબાદ ટ્રાફિક પોલીસે બાઇકને 21,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. તે જ સમયે એસીપી ઈન્દિરાપુરમ સ્વતંત્ર સિંહે કહ્યું કે, આરોપી યુવક અને યુવતીની ઓળખ કર્યા બાદ તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *