સુરત: યુવતીની છેડતી કરનાર રોમિયોને જાહેરમાં જ યુવતીએ એવો મેથીપાક ચખાડ્યો કે… – જુઓ વિડીયો

રાજ્યમાં અવાર-નવાર મહિલા કે યુવતીઓની છેડતીની ઘટનાઓ બનતી રહે છે. ત્યારે આજે ફરી એક વખત આવી જ ઘટના સામે આવી છે. સુરત ના કતારગામ વિસ્તારમાં આવેલી સિંગણપોર શાકમાર્કેટ પાસે યુવતીની છેડતી કરનાર રોમિયોને જાહેરમાં મેથીપાક અપાયો હોવાનો વીડિયો વાઇરલ થયા બાદ ચર્ચાનો વિષય બન્યો છે.

મળતી મહીતીત અનુસાર, મહિલાને ગંદા ઇશારા કર્યા હોવાના આરોપસર યુવતીએ યુવકને ચંપલે-ચંપલે માર માર્યો હોવાનું જાણવા મળ્યું છે. જોકે, મહિલાને સ્થાનિકોએ સમજાવ્યા બાદ રોમિયોને જવા દેવામાં આવ્યો હતો. રોમિયોને માર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા બાદ પોલીસે પણ અંદર ખાને તપાસ હાથ ધરી છે.

અત્રે ઉલેખનીય છે કે, ગત 28 સપ્ટેમ્બરના રોજ સુરતના સરથાણા વિસ્તારમાં એક જગ્યા પર મજૂરી કામ માટે મોટા પ્રમાણમાં સવારના સમયે મજૂરો કોઈ એક જગ્યા પણ ભેગા થતા હોય છે. ત્યારે મજૂરી માટે ઉભેલા એક યુવાન સામે એક મહિલા આવે છે અને આ યુવાને રૂમાલ ગાળામાં નાખીને ઘસડીને એક બાજુ લઇ જાય છે અને ત્યાર પછી આ મહિલા યુવકે માર પણ મારે છે.

સમગ્ર ઘટના રોડ વચ્ચે બનતા ઘટના સ્થળે ટૂંક સમયમાં લોકોનું ટોળું ભેગું થઇ જાય છે. જોકે, પહેલા કોઈને ખબર પણ ન પડી કે, મહિલા યુવકને કયા કારણોસર માર મારી રહી છે પરંતુ ત્યાર પછી મહિલાના જણાવ્યા પછી ખબર પડે છે કે, માર ખાનાર યુવકે આ મહિલાની છેડતી કરી હતી. જેના કારણે મહિલા રણચંડી બનીને આ યુવાનને બરાબરનો માર મારી રહી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *