હાલમાં જ સુરતમાં (Surat) બનેલી ઘટના ગ્રીષ્મા હત્યાકાંડ એ ખુબ જ ચર્ચાનો વિષય બની ગયો છે. આ ઘટનામાં એકતરફી પ્રેમમાં પાગલ યુવક ફેનિલ ગોયાણીએ (Fenil Goyani) કામરેજ (Kamaraj) પાસે આવેલા પાસોદરા (Pasodra) ગામમાં રહેતી 21 વર્ષીય યુવતી ગ્રીષ્મા વેકરીયાની (Grishma Vekaria) ખૂબ જ ક્રૂરતાથી ગળું કાપી તેની હત્યા (Murder) કરી હતી.
હાલ તો હત્યા કરનાર આરોપી પોલીસ કસ્ટડીમાં (Police custody) છે. મળેલી માહિતી અનુસાર આ ઘટના તા.12 ફેબ્રુઆરી 2022ના રોજ બની હતી. ત્યારબાદ આ લાઈવ મર્ડરનો (Live Murder) વીડિયો સોશિયલ મીડિયામાં (Social media) ખૂબ વાયરલ (Viral) થયો હતો, જેનાથી લોકોમાં ખુબ જ રોષનો માહોલ સર્જાયેલો હતો. આ આરોપી ફેનીલે ગ્રીષ્મના આખા પરિવારની સામે જ ખુબ જ ક્રુરતાથી ગ્રીષ્મની હત્યા કરી નાખી હતી.
મળેલી માહિતી મુજબ આજે જ ફેનિલને પોલીસ દ્વારા સુરતની સેશન્સ કોર્ટમાં રજૂ કરાયો હતો. આ ગુન્હામાં પોલીસને વીડિયોના રૂપે બોલતા પુરાવા મળ્યા હતા. ગ્રીષ્મની હત્યાનો વિડીઓ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થયો હતો અને તેમાં ચોખ્ખું દેખાય રહ્યું છે કે, ફેનીલે જ તેની હત્યા કરી હતી. સૌ કોઈ આ હકીકતથી વાકેફ છે, પરંતુ કાયદો કોઈને એમ જ સજા આપી શકે નહીં. એક પ્રોસીઝર હોય તેને અનુસરવી પડે અને તેના જ ભાગરૂપે જ્યાં કોર્ટે ફેનિલને તેના પર લગાવેલા આરોપ સંભળાવ્યા હતા અને પૂછ્યું હતું કે શું તમને ગુનો કબૂલ છે. ત્યારે અહીં ફેનિલ કોર્ટને આપેલા જવાબ અને તેની વર્તણૂંકે કોર્ટરૂમમાં ઉપસ્થિત સૌ કોઈને અંચિબત કરી દીધા હતા. તે જવાબ સાંભળીને સૌ કોઈના મનમાં ફેનિલ પ્રત્યેનો રોષ વધી ગયો હતો.
એક રીપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે, જ્યારે કોર્ટે ફેનિલને પૂછ્યું કે શું તમને ગુનો કબૂલ છે? ત્યારે ફેનિલે જવાબ આપ્યો, ના મને ગુનો કબૂલ નથી? ફેનિલનો આ જવાબ સાંભળી પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ત્યારબાદ જયારે કોર્ટ દ્વારા ફેનિલને ચાર્જફ્રેમ પર સહી કરવા દસ્તાવેજો આપવામાં આવ્યા ત્યારે ફેનિલે ચાર્જફ્રેમના તમામ કાગળીયા ખૂબ જ ધ્યાનથી વાંચ્યા હતા અને પૂરતો સમય લીધા બાદ તેના પર સહી કરી હતી. તેના ચહેરા કે બોડીલેંગ્વેજ પર ક્યાંય એવું દેખાતું નહોતું કે ફેનિલે એક યુવતીની હત્યા કરી નાખી છે. તેને આ વાતનો જરા પણ અફસોસ નથી. આ ફેનીલે તો બેશરમીની બધી હદ પર કરી દીધી છે.
મળેલી માહિતી મુજબ પહેલાં જ કોર્ટ પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. ત્યારબાદ આજે એટલે કે, શુક્રવારે સવારે ફેનિલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જાણવા મળ્યું છે કે, ફેનિલ તરફથી વકીલ ઝમીર શેખ હાજર થયા હતા. તેઓએ કેસનો અભ્યાસ કરવા માટે કોર્ટ સમક્ષ સમય માંગ્યો હતો, પરંતુ કોર્ટે ઈન્કાર કરી દીધો હતો. કોર્ટે કહ્યું કે, 28 ફેબ્રુઆરી સોમવારથી ડે ટુ ડે કેસ ચાલશે, ત્યાં સુધીમાં અભ્યાસ કરી લો.
મળતી માહિતી અનુસાર ફેનિલ પર મારામારી, હત્યા, છેડતી અને હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ચાર્જ ફ્રમ કરાયા છે. સરકારી વકીલ નયન સુખડવાલાએ મેડીકલ પુરાવા અને સાક્ષીઓની જુબાની લેવા કોર્ટને સમન્સ કાઢવા અરજ કરી હતી. સોમવારે ગ્રીષ્માનું પોસ્ટમોર્ટમ કરનાર અને તેના કાકાની સારવાર કરનાર તબીબોની જુબાની લેવાશે તેવું જાણવા મળ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.