‘સ્પેશિયલ 26’ સ્ટાઈલમાં રો ઓફિસર બની વેપારી પાસે પહોંચ્યા બદમાશ પછી કર્યો આ કાંડ

ઉત્તર પ્રદેશમાં કાનપુરના એક વેપારીના અપહરણની એવી વારદાત થઈ છે જેને જાણીને તમે ચોંકી જશો. હકીકતમાં પાંચ બદમાશોએ રો અધિકારી બની એક દવાના વેપારીની દુકાન ઉપર પહોંચ્યા અને તેને કિડનેપ કરી લીધા. આ વારદાતને ફિલ્મ ‘સ્પેશિયલ 26’ ની સ્ટોરી ઉપર અંજામ આપવામાં આવ્યો હતો.ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે કે કેટલાક લોકો નકલી સીબીઆઇ ઓફિસર બની આવે છે અને લૂંટ કરી ફરાર થઈ જાય છે.

વેપારીના પરિવારજનોએ જણાવ્યું કે પાંચ અપરાધીઓ પહેલા રો અધિકારી બની પીન્ટુ ગુપ્તાનું અપહરણ કર્યું અને પછી ફોન કરી સાત લાખ રૂપિયાની માગણી કરી. વેપારીના અપહરણની ખબર મળ્યા બાદ ઉત્તરપ્રદેશ પોલીસ હરકતમાં આવી ગઇ.

પોલીસને ખબરી દ્વારા વેપારીને સંતાડવામાં આવ્યો હોવાની ખબર મળી તો તેમણે ત્રણ ટીમો દ્વારા કલેકટરગંજના સિપીસી ગોદામમાં છાપેમારી કરી, જ્યાં અપરાધીઓ સાથે મુઠભેડ થઈ.

આ મુઠભેડ દરમિયાન અપહરણકર્તા વેપારી પીન્ટુ ગુપ્તાને લઇને ભાગવા લાગ્યા અને જ્યારે પોલીસે પીછો કર્યો તો તેઓ ગોળી ચલાવવા લાગ્યા.ત્યારબાદ પોલીસે પણ જવાબી ફાયરિંગ કર્યું અને જે પોતાની જાતને રો અધિકારી જણાવતો હતો તેમાંથી એક બદમાશના પગમાં ગોળી લાગી અને તે જમીન પર પડી ગયો.

પોલીસે વેપારીને સકુશળ બચાવતાં ઘટનાસ્થળેથી તમામ બદમાશોને ગિરફ્તાર કરી લીધા.પોલીસે અપરાધીઓ પાસેથી એક તમંચો બે ખાલી અને ત્રણ જીવતા કારતૂસ સાથે ત્રણ મોબાઇલ અને એક સ્કુટી પણ જપ્ત કરી.

પોલીસે જ્યારે અપરાધીઓની તપાસ કરી તો તેમની પાસે રોના નકલી આઈ કાર્ડ પણ મળી આવ્યા. પોલીસે વેપારીના અપહરણના કેસમાં આરોપી સત્યેન્દ્ર કુમાર ઉર્ફ સત્યપ્રકાશ, મોહમ્મદ ફૈઝલ, બચ્ચા, સુરજ જયસ્વાલ અને મોહમ્મદ કાસિફને ગિરફ્તાર કરી કોર્ટમાં રજુ કર્યો છે ત્યારથી તેને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *