WPL 2024: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે રવિવારે વિમેન્સ પ્રીમિયર લીગની ફાઈનલ જીતીને ઈતિહાસ રચ્યો છે. બેંગ્લોરની ફ્રેન્ચાઈઝી(WPL 2024) આઈપીએલની શરૂઆતથી અત્યાર સુધી એક પણ આઈપીએલ ટાઈટલ જીતવામાં સફળ રહી ન હતી, પરંતુ 2024માં મહિલા ખેલાડીઓ દ્વારા ટાઈટલ જીતવાનું તેનું સપનું સાકાર થઈ ગયું છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં સ્મૃતિ મંધાનાની આગેવાની હેઠળની ટીમનું નામ બેંગ્લોરના ચાહકોના મનમાં કાયમ માટે રહેશે.
લેનિંગની કપ્તાનીવાળી દિલ્હી કેપિટલ્સે સતત બીજી વખત ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો છે. દિલ્હીએ ટોસ જીતીને શાનદાર શરૂઆત કરી હતી. 6 ઓવરમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના 60 રન બનાવ્યા બાદ દિલ્હીની આખી ટીમ 113 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જે બેંગ્લોરે છેલ્લી ઓવરમાં ફોર ફટકારીને હાંસલ કરી હતી. બેંગ્લોરની જીત બાદ જાણો આ IPLમાં કયા ખેલાડીને પર્પલ કેપથી લઈને ઓરેન્જ કેપ ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો.
પર્પલ કેપ
ભારતીય ટીમની ઉભરતી સ્ટાર શ્રેયંકા પાટીલને ટુર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેવા બદલ પર્પલ કેપ આપવામાં આવી હતી. શ્રેયંકાએ ફાઇનલમાં શાનદાર બોલિંગ પ્રદર્શન કર્યું હતું અને 4 વિકેટ ઝડપી હતી. આ 4 વિકેટ સાથે ટૂર્નામેન્ટમાં તેની સંખ્યા 13 પર પહોંચી ગઈ છે. જેના કારણે તેને પર્પલ કેપ એવોર્ડ આપવામાં આવ્યો હતો.
ઓરેન્જ કેપ
ઓસ્ટ્રેલિયન ખેલાડી એલિસા પેરીને WPL 2024 નો ઓરેન્જ કેપ એવોર્ડ મળ્યો. તેણે આ સિઝનમાં સૌથી વધુ રન બનાવ્યા. તેણે બેંગ્લોર માટે શાનદાર બેટિંગ કરી અને સૌથી વધુ 347 રન બનાવ્યા. આ સાથે તેણે દિલ્હીના કેપ્ટન મેગ લેનિંગનો રેકોર્ડ પણ તોડી નાખ્યો જેણે ગત સિઝનમાં 345 રન બનાવ્યા હતા.
ઉભરતી ખેલાડી
પર્પલ કેપ એવોર્ડની સાથે શ્રેયંકાને ઇમર્જિંગ પ્લેયરનો એવોર્ડ પણ મળ્યો હતો. તેના માટે આ એક યાદગાર ટુર્નામેન્ટ હતી. તાજેતરના હેરલાઇન ફ્રેક્ચરથી પીડાતા હોવા છતાં, શ્રેયંકાએ WPL ફાઇનલમાં અત્યાર સુધીના તેના શ્રેષ્ઠ આંકડાઓ બનાવ્યા. તેણીએ આઠ મેચમાં કુલ 13 વિકેટ લીધી હતી, જોકે, તે એક મેચ રમી શકી નહોતી.
WPL 2024 પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ
બેંગ્લોરની જીત બાદ યુપી વોરિયર્સની દીપ્તિ શર્માને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ મળ્યો હતો. તેના શ્રેષ્ઠ ઓલરાઉન્ડ પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ પસંદ કરવામાં આવ્યો હતો. દીપ્તિએ આઠ મેચમાં 98.33ની એવરેજથી 295 રન બનાવ્યા, જેમાં ત્રણ અડધી સદીનો સમાવેશ થાય છે. આ સાથે તેણે આઠ મેચમાં 10 વિકેટ પણ લીધી હતી. જેના કારણે તે પ્લેયર ઓફ ધ સિરીઝની દાવેદાર બની હતી.
We’re coming home, we’re coming home, tell the world we’re coming home… 🕺💃🏻🪩🎵#PlayBold #ನಮ್ಮRCB #SheIsBold #WPL2024 pic.twitter.com/BuBNdQZPSy
— Royal Challengers Bangalore (@RCBTweets) March 18, 2024
સિઝનનો શ્રેષ્ઠ કેચ
મુંબઈ ઈન્ડિયન્સની સજના સજીવને આ સિઝનનો સર્વશ્રેષ્ઠ કેચરનો એવોર્ડ મેળવ્યો હતો. તેણે 7 માર્ચે યુપી સામે રમાયેલી મેચમાં યુપી વોરિયર્સની સોફી એક્લેસ્ટોનનો આશ્ચર્યજનક કેચ લીધો હતો. આ કેચ લેવા માટે, સજ્જનાએ લોંગ-ઓનથી જમણી તરફ દોડતી વખતે શાનદાર ડાઈવિંગ કરીને કેચ લીધો.
wpl 2024 સૌથી વધુ છગ્ગા
દિલ્હી કેપિટલ્સની ઓપનિંગ બેટ્સમેન શેફાલી વર્માએ સિઝનમાં સૌથી વધુ સિક્સ ફટકારી છે. જેના કારણે આ એવોર્ડ શેફાલીને આપવામાં આવ્યો હતો. આ આક્રમક ઓપનિંગ બેટ્સમેને દિલ્હી માટે માત્ર નવ ઇનિંગ્સમાં 20 સિક્સર ફટકારી હતી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App