કોરોના વચ્ચે અહીં કચરા અને પોતું કરનારને આપવામાં આવી રહ્યાં છે 20 લાખ રૂપિયા -આ રીતે કરો આવેદન
હાલમાં કોરોના મહામારીને કારણે ઘણાં લોકોને પોતાની નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે. શું તમે પણ લોકડાઉનમાં પોતાની નોકરી ગુમાવી ચુક્યા છો ? શું તમે પણ ટૂંક સમયમાં લાખો રૂપિયા કમાવવા માંગો છો ? તો પછી કદાચ આ તક તમારા માટે જ છે.
બ્રિટનના રોયલ ફેમિલીની સત્તાવાર વેબસાઇટ પર ક્લીનરની નોકરીની ખાલી જગ્યા માટે જાહેરાત મુકવામાં આવી છે. આ નોકરીમાં આકર્ષક પગારની સાથે જ આકર્ષક સુવિધાઓ પણ મળી રહી છે. આ નોકરીમાં તમારે માત્ર સોમવારથી રવિવાર સુધીમાં કુલ 30 કલાક કામ કરવું પડશે.
આની સાથે તમને મહેલમાં રહેવાની તથા ખાવાની પણ સુવિધા મળશે. આની ઉપરાંત નોકરીનો પગાર સૌથી વધુ આકર્ષક છે.માત્ર એક સપ્તાહ સુધી કામ કરવાનાં તમને કુલ 19,70,000 રૂપિયા આપવામાં આવે છે. આપને જણાવી દઈએ કે, તમે આ નોકરી કરવાં માટે કેવી રીતે અરજી કરી શકો છો.
વિન્ડસર પેલેસ રાણી એલિઝાબેથ તથા પ્રિન્સ ફિલિપનું ઘર છે. અહીં ખુબ ઓછા લોકોનો સ્ટાફ છે. કુલ 94 લોકો રાણીની સેવામાં રોકાયેલા છે પરંતુ આ નવી ખાલી જગ્યા બાદ કુલ 95 થઈ જશે. આ નોકરી કરવાં માટે જેની પણ પસંદગી કરવામાં આવશે એને અઠવાડિયામાં કુલ 30 કલાકની શિફ્ટ કરવી પડશે.
આ કામ કરવાનાં તમને કુલ 19,70,000 રૂપિયા પગાર આપવામાં આવશે. આની ઉપરાંત, મહેલમાં ખાવું તથા રહેવું પણ મફત રહેશે. હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે, કર્મચારીએ શું કરવું પડશે? આ પોસ્ટ ક્લીનરની છે. એણે મહેલના અંદરના ભાગને સાફ કરવાની તથા મોંઘા ફર્નિચરની સારસંભાળ રાખવાની રહેશે.
મહેલની પાર્ટીઓને સુશોભિત કરવામાં પણ મદદ કરવાની રહેશે. મહેલમાં કોરોનાને લીધે કામકાજ ખૂબ કડક થઈ ગયું છે. નોકરોને મહેલ છોડવાની પરવાનગી આપવામાં નથી. આવી પરીસ્થિતિમાં ઘણા નોકરોએ નોકરી છોડી દીધી છે. આ વેકેન્સીની એક સપ્તાહ પહેલા જાહેરાત કરવામાં આવી હતી.
આની માટે તમારે નવી વસ્તુઓ શીખવા માટે તૈયાર રહેવું પડશે તથા નવાં પડકારો માટે હંમેશા સક્રિય રહેવું પડશે. પસંદગી પામેલ વ્યક્તિને કુલ 13 મહિનાની તાલીમ આપવામાં આવશે. ત્યારપછી એનો મુખ્ય ટીમમાં સમાવેશ કરવામાં આવશે. આની ઉપરાંત આ કારકિર્દી બાદ હોસ્પિટાલિટી ક્ષેત્રમાં તમારું મૂલ્ય નોંધપાત્ર રીતે વધશે.
જોબ એડમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે, આ સમય દરમિયાન તમારે માત્ર આ મહેલમાં જ નહીં પણ રાજવી પરિવારના બીજા મહેલોમાં પણ સમયાંતરે કામ પર કરવું પડશે. જો તમને આ કામમાં રસ છે તો પછી મહેલની ઓફિશિયલ સાઇટ પર જઈને એની માટે અરજી કરી શકો છો. ભલે તમને આ નોકરનું કામ લાગે પરંતુ પગાર તથા સુવિધા જાણ્યા બાદ પણ તમે આ તક નકારી શકશો નહીં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle