વાયરલ(Viral): ખોટી રીતે રેલવે ટ્રેક ક્રોસ(Railway track cross) કરવાને કારણે લોકો અવારનવાર પોતાનો જીવ ગુમાવે છે, તેમ છતાં લોકો આ પ્રકારની હરકતો બંધ કરવાનું નામ નથી લઈ રહ્યા. આવી જ એક ઘટના બની છે જેણે થોડીવાર સૌ લોકોના શ્વાસ અધ્ધર કરી દીધા છે, તે મહારાષ્ટ્ર(Maharashtra)ના થાણે(Thane) રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 3 પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
અહીં યુવક સામેથી આવતી લોકલ ટ્રેનને જોતા હોવા છતાં રેલવે ટ્રેક ક્રોસ કરવાનો પ્રયાસ કરે છે અને પોતાનો જીવ મુશ્કેલીમાં મૂકે છે. આ ચમત્કાર કહી શકાય કારણ કે, રેલવે પોલીસ ફોર્સ (RPF) કોન્સ્ટેબલ તેને આવું કરતા જુએ છે અને પોતાની ચપળતાથી તેને ટ્રેક પરથી ખેંચી લે છે અને યુવકનો જીવ બચી જાય છે. જો થોડી સેકન્ડનો વિલંબ થયો હોત તો યુવકનો જીવ પણ જઈ શક્યો હોત.
View this post on Instagram
આ ઘટના ગુરુવારે સવારે 7.47 વાગ્યે થાણે રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 4 પર પિલર નંબર 16 પાસે બની હતી. આ અકસ્માતમાં યુવકને સામાન્ય ઈજાઓ થઈ છે. ખોટી રીતે ટ્રેક ક્રોસ કરનાર યુવકને દંડ ફટકારવામાં આવ્યો હતો અને તેને જવા દેવામાં આવ્યો અને તેનો જીવ બચાવનાર કોન્સ્ટેબલનું સન્માન કરવામાં આવી રહ્યું છે.
આ પહેલા ઓડિશાના ભુવનેશ્વર રેલવે સ્ટેશન પરથી આવી જ એક ઘટના સામે આવી છે, જ્યાં પ્લેટફોર્મ પર ઉતરતી વખતે એક મહિલા ચાલતી ટ્રેનમાંથી પડી ગઈ હતી. જોકે, ત્યાં હાજર આરપીએફના હેડ કોન્સ્ટેબલે ઉતાવળમાં વૃદ્ધ મહિલાને ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેના ગેપમાં જતી બચાવી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. લોકોએ હેડ કોન્સ્ટેબલના જોરદાર વખાણ કર્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.