Rajkot News: રેલવે તંત્રની વારંવાર ચેતવણી છતાં સામાન્ય રીતે લોકો ચાલુ ટ્રેને ચડવા-ઉતરવાનું છોડતા નથી. આવી રીતે ટ્રેન પકડવામાં જીવનું જોખમ હોવા છતાં અવાર નવાર લોકો આવું કરતા હોય છે. આવો જ એક બનાવ રાજકોટ(Rajkot News) રેલવે સ્ટેશન પર બન્યો છે.
ચાલુ ટ્રેનમાંથી પેસેન્જર નીચે ઉતરતા સમયે ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેના ભાગમાં ફસાઈ ગયો.જે દરમિયાન RPF જવાનની મુસાફર પર નજર ગઈ અને તે દોડતા ત્યાં પહોંચી ગયા હતા. બાદમાં આસપાસના લોકો પણ દોડી આવ્યા.જે બાદ તરત જ મુસાફરને ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેથી બહાર કાઢતા તેનો જીવ બચી ગયો. RPF જવાનની બહાદુરીનો વીડિયો સોશ્યલ મીડિયા પર ખૂબજ વાયરલ થઈ રહ્યો છે.
ચાલુ ટ્રેને ઉતરવું જીવલેણ :
રેલવે વિભાગનાના અધિકારીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર મેલમાં RPF જવાનની સાવચેતી પગલે દુર્ઘટના થતા અટકી હતી. જેમાં ચાલુ ટ્રેને ઉતરવા જતા એક મુસાફરનો પગ લપસ્યો હતો અને તે નીચે પટકાયો હતો. આ મુસાફર નીચે પડતાની સાથે જ પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે ફસાઈ ગયો હતો. જોકે આ દ્રશ્ય જોઈને ફરજ પર રહેલા પ્રભાત લોખીલ નામનો RPF જવાન તરત જ દોડી ગયો હતો. મુસાફરને સલામત રીતે બહાર કાઢી તેનો જીવ બચાવ્યો હતો. ઘટના CCTV કેમેરામાં કેદ થતા તેનો વિડીયો પણ સામે આવ્યો છે.
ઘટનાના CCTV ફૂટેજ :
આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, સૌરાષ્ટ્ર મેલમાંથી ઉતરવા માટે એક મુસાફર પોતાનો એક પગ જેવો પ્લેટફોર્મ ઉપર મૂકે છે કે તરત જ બેલેન્સ ગુમાવે છે. આ સાથે મુસાફર પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે ફસાઈ જાય છે. જેથી RPF જવાન પ્રભાત લોખીલ તેમજ અન્ય લોકો પણ દોડી જાય છે. તેમજ મુસાફરનો હાથ પકડી લે છે અને તેને બહાર કાઢવામાં આવે છે.
જિંદગી મહત્વની છે! આટલી ઉતાવળ કેમ?
રાજકોટમાં ચાલુ ટ્રેનમાં પેસેન્જરને ઉતરવું પડ્યું ભારે, RPF જવાનની સતર્કતાથી પેસેન્જરનો જીવ બચ્યો#RajkotNews #Train pic.twitter.com/5sk3h4FGZ6— DINESH CHAUDHARY (@dinesh9904748) June 9, 2024
ચાલુ ટ્રેનમાંથી પેસેન્જર નીચે ઉતરતા સમય તે ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેના ભાગમાં ફસાઈ ગયો હતો. જે દરમિમયાન RPF જવાન સતર્કતાના પગલે તેનો જીવ બચાવી લેવાયો હતો. પરંતુ અહીં એક સવાલ એ ઉભો થાય છે કે આ જગ્યા પર જો કોઈ હાજર ન હોત તો આ ભાઈ સીધા જ યમરાજ પાસે પહોંચી જાતે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App