સતત બીજા દિવસે પણ RRR ફિલ્મે કરી રેકોર્ડબ્રેક કમાણી, આંકડો જાણી બેભાન થઇ જશો

એસએસ રાજામૌલી(SS Rajamouli)ની મોસ્ટ અવેટેડ ફિલ્મ RRR રિલીઝ થઈ ગઈ છે. બાહુબલી(Bahubali) ફ્રેન્ચાઈઝી પછી રાજામૌલીની આ પહેલી ફિલ્મ છે. લોકો ઘણા ટાઇમથી આ ફિલ્મ રિલીઝ…

એસએસ રાજામૌલી(SS Rajamouli)ની મોસ્ટ અવેટેડ ફિલ્મ RRR રિલીઝ થઈ ગઈ છે. બાહુબલી(Bahubali) ફ્રેન્ચાઈઝી પછી રાજામૌલીની આ પહેલી ફિલ્મ છે. લોકો ઘણા ટાઇમથી આ ફિલ્મ રિલીઝ થવાની રાહ જોઈ રહ્યા હતા. આ ફિલ્મમાં રામચરણ, જુનિયર એનટીઆર અને આલિયા ભટ્ટ(Alia Bhatt) જેવા મોટા સ્ટાર્સ છે. ફિલ્મે રિલીઝના પહેલા જ દિવસે ધમાલ મચાવી છે. બીજા દિવસે એટલે કે શનિવારે પણ ફિલ્મે ધમાકેદાર કમાણી કરી છે. આ ફિલ્મ જોયા બાદ લોકો તેને માસ્ટરપીસ કહી રહ્યા છે.

RRRએ બીજા દિવસે પણ શાનદાર પ્રદર્શન કર્યું: 
મળતી માહિતી અનુસાર ફિલ્મે પહેલા દિવસે આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં જ માત્ર 120 કરોડથી વધુનો બિઝનેસ કર્યો અને તેના કારણે ફિલ્મ સૌથી વધુ ઓપનર્સમાંની એક બની ગઈ. તેમજ ફિલ્મે હિન્દી ભાષામાં પણ બોક્સ ઓફિસ પર 20 કરોડની કમાણી કરી હતી. બીજા દિવસની વાત કરીએ તો ફિલ્મે 25 થી 28 કરોડનો બિઝનેસ કર્યો હતો. જયારે વીકેન્ડના કારણે ફિલ્મના બિઝનેસમાં જોરદાર ઉછાળો આવ્યો છે. શનિવારે હિન્દી ભાષામાં રૂ. 23- 23.50 કરોડની કમાણી કરી છે. જયારે હિન્દી વર્ઝનનું કુલ કલેક્શન રૂ. 42.50-43.50 કરોડનું થયું છે.

મેગા પાવર સ્ટાર રામ ચરણ અને જુનિયર એનટીઆરની RRRમાં તેમના શાનદાર પ્રદર્શન માટે સમગ્ર વિશ્વમાં પ્રશંસા થઈ રહી છે. આ ફિલ્મને હિન્દી, તમિલ, મલયાલમ ભાષાઓમાં પણ ડબ કરવામાં આવી છે. ફિલ્મ RRR વિશે વાત કરીએ તો તે દેશભરમાં 5000 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ છે. ફિલ્મે પહેલા દિવસે જ ધમાકેદાર કમાણી કરી છે, તેથી કહી શકાય કે, વીકએન્ડ અને આવનારા દિવસોમાં ફિલ્મ કમાણીના મામલે મોટી ફિલ્મોના રેકોર્ડ તોડી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *