કરોડની કમાણી કરનાર RRR ફિલ્મની સ્ટાર કાસ્ટે કેટલી ફી વસુલી? આંકડો જાણી બેભાન થઇ જશો

SS રાજામૌલી(SS Rajamouli)ની ફિલ્મ ‘RRR’એ 25 માર્ચેના રોજ સિનેમાઘરો(Theaters)માં ધમાલ મચાવી છે. 400 કરોડના બજેટમાં બનેલી આ પીરિયડ ડ્રામા ફિલ્મ બોક્સ ઓફિસ(Box office) પર ઈતિહાસ(History)…

SS રાજામૌલી(SS Rajamouli)ની ફિલ્મ ‘RRR’એ 25 માર્ચેના રોજ સિનેમાઘરો(Theaters)માં ધમાલ મચાવી છે. 400 કરોડના બજેટમાં બનેલી આ પીરિયડ ડ્રામા ફિલ્મ બોક્સ ઓફિસ(Box office) પર ઈતિહાસ(History) રચવા માટે તૈયાર છે. છેલ્લા વીકેન્ડમાં જ તેણે વિશ્વભરમાં લગભગ 450 કરોડની કમાણી કરી છે. આ બે મહાન ક્રાંતિકારીઓ અને 1920ના દાયકામાં પોતાના દેશ માટે લડતા પહેલા ઘરથી દૂર તેની મુસાફરી વિશેની કાલ્પનિક વાર્તા છે. રામ ચરણ, જુનિયર એનટીઆર, આલિયા ભટ્ટ અને અજય દેવગણ જેવા લોકપ્રિય ચહેરાઓએ પણ ફિલ્મમાં ઉત્તમ એક્ટિંગ કરી છે. આ સાથે તેણે આ ફિલ્મ કરવા માટે ફિલ્મ નિર્માતા પાસેથી ઘણી હાઈફાઈ ફી પણ લીધી છે.

1. રામ ચરણ: 
રામ ચરણે ફિલ્મમાં ક્રાંતિકારી અલ્લુરી સીતારામ રાજુનું પાત્ર ભજવ્યું હતું. તેમણે એક સ્વાતંત્ર્ય સેનાનીની ભૂમિકા ભજવી હતી જેણે રામ્પા વિદ્રોહ ચળવળ શરૂ કરીને ભારતમાં બ્રિટિશ સંસ્થાનવાદી શાસન સામે સશસ્ત્ર અભિયાન ચલાવ્યું હતું. મળતા અહેવાલો અનુસાર, અભિનેતાએ આ ફિલ્મ માટે 45 કરોડની ફી લીધી છે.

2. જુનિયર NTR: 
જુનિયર NTR એ ક્રાંતિકારી નેતા કોમરાવ ભીમની ભૂમિકા ભજવી છે. ફિલ્મમાં, તે ગોંડા જનજાતિના ક્રાંતિકારી નેતાની ભૂમિકા ભજવે છે. જે હૈદરાબાદના સામંતવાદી નિઝામ અને બ્રિટિશ રાજ સામે વિદ્રોહ કરવા માટે જાણીતા છે. રિપોર્ટ્સ અનુસાર આ રોલ માટે તેને 45 કરોડ રૂપિયા પણ મળ્યા છે.

3. અજય દેવગણ: 
આ ફિલ્મમાં અજય દેવગણે કેમિયો રોલ કર્યો છે, પરંતુ સ્ટોરી લાઇનની દૃષ્ટિએ તેનું પાત્ર ખૂબ જ મહત્વપૂર્ણ છે. કહેવાય રહ્યું છે કે, આ રોલ માટે તેણે 7 દિવસ સુધી શૂટિંગ કર્યું હતું. માત્ર 7 દિવસના રોલ માટે અભિનેતાએ ફિલ્મ નિર્માતા પાસેથી લગભગ 35 કરોડ રૂપિયા વસૂલ્યા છે.

4. આલિયા ભટ્ટ: 
આલિયા ભટ્ટ આ ફિલ્મમાં સીતારામ રાજુની મંગેતર ‘સીતા’ના રોલમાં જોવા મળી છે. માત્ર 20 મિનિટના રોલ માટે તેણે 9 કરોડ રૂપિયાની ફી લીધી છે.

5. એસએસ રાજામૌલી: 
RRR ના નિર્દેશક S.S. રાજામૌલી ફિલ્મના નફામાંથી લગભગ 30 ટકા હિસ્સો લેશે.

6. શ્રિયા સરન: 
RRR ફિલ્મમાં શ્રિયા સરનનો પણ મહત્વનો રોલ છે. તેણે આ ફિલ્મમાં અલ્લુરી સીતારામ રાજુની માતા સરોજિનીની ભૂમિકા ભજવી હતી. તેણે આ રોલ માટે 1 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે.

7. ઓલિવિયા મોરિસ: 
આ ફિલ્મમાં જુનિયર એનટીઆરની સામે બ્રિટિશ અભિનેત્રી ઓલિવિયા મોરિસ છે. આ ફિલ્મમાં તેણે ‘જેનિફર’ની ભૂમિકા ભજવી હતી. રિપોર્ટ અનુસાર તેણે આ રોલ માટે 1 કરોડ રૂપિયાની ફી લીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *