ઉતાવળમાંને ઉતાવળમાં જિંદગીની પરીક્ષામાં નાપાસ થયો ધોરણ 12 નો વિદ્યાર્થી- અકસ્માતમાં મળ્યું દર્દનાક મોત ‘ઓમ શાંતિ’

ગુજરાત(Gujarat): નડિયાદ(Nadiad)ના મહુધા રેસ્ટ હાઉસ(Mahudha Rest House) ચોકડી પાસે નડિયાદ બાજુથી પૂરપાટ ઝડપે બાઈક ચલાવીને રોન્ગ સાઈડમાં આવી રહેલ ધોરણ 12ના પરીક્ષાર્થીનો કાર સાથે ગમખ્વાર…

ગુજરાત(Gujarat): નડિયાદ(Nadiad)ના મહુધા રેસ્ટ હાઉસ(Mahudha Rest House) ચોકડી પાસે નડિયાદ બાજુથી પૂરપાટ ઝડપે બાઈક ચલાવીને રોન્ગ સાઈડમાં આવી રહેલ ધોરણ 12ના પરીક્ષાર્થીનો કાર સાથે ગમખ્વાર અકસ્માત(Accident) થતા છોકરાનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. સોમવારના રોજ બપોરે 3 વાગ્યે નડિયાદથી મહુધા રેસ્ટહાઉસ ચોકડી બાજુ એક બાઈક પર બે યુવકો રોકેટ ગતિનીઝડપે આવી રહ્યા હતા.

આ દરમિયાન કઠલાલ બાજુથી એક અલ્ટો કાર નડિયાદ બાજુ જઈ રહી હતી. તે સમય દરમિયાન બાઈક ચાલકે બાઈક પરથી કાબુ ગુમાવી દેવાને કારણે તેનું બાઈક સીધુ કાર સાથે જોરદાર રીતે અથડાયું હતું. જે ગમખ્વાર અકસ્માતમાં ધોરણ 12 ની પરીક્ષા આપવા જઈ રહેલ નીલકુમાર પટેલનું ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે તેની પાછળ બેઠેલા યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હોવાથી સ્થાનિક ખાનગી દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરના જણાવ્યા મુજબ યુવકની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું હતું.

સમગ્ર ઘટના અંગે મહુધા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જ્યારે મૃત્યુ પામનાર યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મહુધા સીએચસી પર લઇ જવામાં આવ્યો હતો.

મૃતક વિધાર્થીના પિતાનું 5 વર્ષ પહેલા જ થયું હતું મૃત્યુ:
મૃત્યુ પામનાર યુવકના પિતાનું પાંચ વર્ષ પહેલા જ મૃત્યુ થયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, તેનો મોટો ભાઈ હાલ મહુધા કોલેજના પહેલા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો છે. જ્યારે તેમની માતા ઘરકામ કરે છે. યુવકને સોમવારના રોજ ધોરણ 12નું પેપર હતું. માતા-પુત્ર પર પાંચ વર્ષમાં પરિવારના બે સભ્ય ગુમાવતાં દુઃખનો પહાડ ફાટી પડ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *