રાષ્ટ્રપતિ પદકથી સન્માનિત ડીએસપી દેવેન્દ્રસિંહને શનિવારે દક્ષિણ કાશ્મીરમાં એક કારમાં બે આતંકીઓ સાથે ગિરફતાર કરવામાં આવ્યા હતા. ધરપકડ બાદ થયેલ પૂછપરછમાં તેમણે કબૂલ્યું કે જમ્મુ કશ્મીર થી આતંકીઓને ચંડીગઢ પહોંચાડવાના ૧૨ લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. ત્યારબાદ આતંકવાદીઓની યોજના દિલ્હી જવાની હતી. આ જાણકારી કશ્મીરના આઈજી વિજય કુમારે મીડિયાને આપી.
સુત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર આતંકવાદીઓ ગણતંત્ર દિવસના રોજ હુમલો કરવાના હતા. જણાવી દઈએ કે ધરપકડ દરમિયાન દેવેન્દ્રસિંહ શ્રીનગર એરપોર્ટ પર જમ્મુ કશ્મીર પોલીસની સુરક્ષા અને એન્ટી હાઇજેક યુનિટમાં ફરજ બજાવી રહ્યા હતા. સોમવારે ડીએસપીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને આતંકીઓ વિરુદ્ધ કાર્યવાહી માટે મળેલ રાષ્ટ્રપતિ સમ્માન સહિત તેમને મળેલા અન્ય એવોર્ડ પણ પરત લઈ લેવામાં આવશે તેવી સંભાવના છે.
ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ની ખબર મુજબ પોલીસ ઉપરાંત આઈજી, મિલેટ્રી ઇન્ટેલિજન્સ, અને રો સહિતની ખૂફિયા એજન્સીઓને દેવેન્દ્રસિંહની પૂછપરછ કરી. ઈન્ટેલિજન્ટ સૂત્રોએ જણાવ્યું કે દેવેન્દ્રસિંહ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે તેમણે આતંકવાદીઓને શ્રીનગરમાં પોતાના ઘરે છત્ર છાયા આપી હતી. ત્યારબાદ તેઓ મારુતિ કારમાં આતંકવાદીઓ સાથે જમ્મુ તરફ નીકળી ગયા. કાર હિજબુલ નો એક સદસ્ય ચલાવી રહ્યો હતો, જે અત્યારે અંડરગ્રાઉન્ડ છે.
આ વચ્ચે સુત્રો દ્વારા મળેલ માહિતી મુજબ કેન્દ્રીય ગૃહ મંત્રાલય આ મામલો એનઆઈએ ને સોંપી શકે છે, જેથી આતંકવાદીઓના પ્લાન અને દેવેન્દ્રસિંહનું આતંકવાદીઓ સાથેનું કનેક્શન જાણી શકાય. સાથે એ પણ જાણી શકાય કે દેવેન્દ્રસિંહે અગાઉ આતંકવાદીઓની મદદ કરી છે કે નહીં. દેવેન્દ્રસિંહ સાથે અને આતંકવાદીઓને પણ ધરપકડ કરવામાં આવી છે જેમાંથી એક દક્ષિણ કાશ્મીરમાં શોપિયાં જિલ્લામાં નાજનીપોરમાં રહેનારો નાવેદ બાબુ ઉર્ફે બાબર આઝમ અને બીજો તમે સહયોગી રફી અહમદ રાથર છે.
ઈરફાન સફી મીર ના રૂપમાં ઓળખાતો હિજબુલ સદસ્ય શનિવારે પોલીસ દ્વારા પકડવામાં આવ્યા ત્યારે વાહન ચલાવી રહ્યો હતો. ઈરફાન સફી મીર પોતાના પાસપોર્ટ દ્વારા પાંચ વાર પાકિસ્તાન ની યાત્રા કરી ચૂક્યો છે. દિલચસ્પ વાત તો એ છે કે હમણાં જ કેન્દ્ર સરકારના નિમંત્રણ પર શ્રીનગર આવેલ 15 વિદેશી દૂતોની સુરક્ષા પણ દેવેન્દ્રસિંહ ના હાથમા હતી.