મોદી સરકારની કામગીરી બાબતે Republic ટીવીના ઓનલાઈન વોટિંગમાં પરિણામ આવ્યા હાસ્યાસ્પદ

દેશની જાણીતી ટીવી ચેનલ રિપબ્લિક ટીવીએ આજે મોદી સરકારને એક વર્ષ પૂર્ણ થતા તે બાબતે એક online પોલ બનાવ્યો હતો. જેમાં સવાલ કરવામાં આવ્યો હતો…

દેશની જાણીતી ટીવી ચેનલ રિપબ્લિક ટીવીએ આજે મોદી સરકારને એક વર્ષ પૂર્ણ થતા તે બાબતે એક online પોલ બનાવ્યો હતો. જેમાં સવાલ કરવામાં આવ્યો હતો કે મોદી સરકારને એક વર્ષ પૂર્ણ થયું, કોણે સારું કાર્ય કર્યું. આ જવાબમાં 2 ઓપ્શન આપવામાં આવ્યા હતા. જેમાં મોદી સરકાર અને વિપક્ષ નું ઓપ્શન ખુલ્લું રાખવામાં આવ્યું હતું.

આ ટીવી ચેનલ ના માલિક અર્નબ ગોસ્વામી છે, જેઓ પર વારંવાર આરોપ થતા આવ્યા છે કે તેઓ ભાજપના પ્રવક્તા તરીકેનું પત્રકારત્વ કરે છે. ત્યારે આજે મોદી સરકાર બાબતે ટ્વીટર પર મંતવ્ય લેવામાં આવ્યા ત્યારે, ચોવીસ કલાકમાં 1.98 લાખ જેટલા વોટ આવ્યા હતા. જેમાંથી 56.9 ટકા જેટલા વોટ વિપક્ષને મળ્યા હતા.

આ પોલ મૂક્યા બાદ આ લોકોએ ટ્વીટમાં કોમેન્ટ આપી છે કે છે કે, આ પોલિંગ પોસ્ટ ડીલીટ કરતા નહીં. જ્યારે અમુક યુઝર્સે રિપબ્લિક ટીવીને દલાલ સાથે સરખાવી છે. તાજેતરમાં જ ભડકાઉ ન્યુઝ આપવા બદલ ગોસ્વામી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ત્યારબાદ દેશભરમાં પત્રકારો નો અવાજ દબાવાઇ રહ્યો છે. તે વાતને હવા મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *