લ્યો બોલો… એક વ્યક્તિના બેંક એકાઉન્ટમાં અચાનક આવી ગયા 753 કરોડ રૂપિયા, અને પછી તો…

Rs 753 Crore In Chennai Man Bank Account: એક સામાન્ય વ્યક્તિના ખાતામાં અચાનક કરોડો રૂપિયા જમા થઇ જાય તો તેનો ખુશીનો પાર રહેતો નથી. ત્યારે હાલમાં ચેન્નાઈના એક વ્યક્તિના બેંક ખાતામાં અચાનક કરોડો રૂપિયા જમા થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. જેમાં જે વ્યક્તિના બેંક ખાતામાં કરોડો રૂપિયા જમા થયા છે તેના મિત્રએ 2000 રૂપિયા માગ્યા હતા ત્યારે તે વ્યક્તિએ મોબાઈલ બેંકિંગ દ્વારા તેના મિત્રને 2000 રૂપિયા ટ્રાન્સફર કર્યા. આ પછી તેણે જ્યારે પોતાનું બેંક બેલેન્સ ચેક કર્યું તો તેના ખાતામાં 753 કરોડ રૂપિયા મળ્યા.અને આ ઘટના ચેન્નાઈ ફાર્મસીના કર્મચારી મોહમ્મદ ઈદ્રિસ સાથે બની હતી.

ઇદ્રીસે જણાવ્યું કે, તેણે તેના મિત્રને 2000 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. આ પછી તેમના બેંક ખાતામાં 753 કરોડ રૂપિયા આવ્યા તેમજ વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે તેને તેના ખાતામાં કરોડો રૂપિયાના બેંક બેલેન્સ વિશે ખબર પડી તો તેણે બેંકને તેની જાણ કરી અને માહિતી મળ્યા બાદ બેંક દ્વારા ઈદ્રીસનું બેંક એકાઉન્ટ થોડા સમય માટે ફ્રીઝ કરી દેવામાં આવ્યું હતું.

તમને જણાવી દઈએ કે, તમિલનાડુમાં આવી પહેલા પણ બે ઘટના સામે આવી ચુકી છે ત્યારે હવે આ ત્રીજી ઘટના છે. અગાઉ ચેન્નાઈના રાજકુમાર નામના કેબ ડ્રાઈવરના ખાતામાં 9,000 કરોડ રૂપિયા ભૂલથી ટ્રાન્સફર થઈ ગયા હતા. જ્યારે કેબ ડ્રાઈવરને કરોડો રૂપિયાના ટ્રાન્સફરની જાણ થઈ ત્યારે તેણે તેની બેંકને જાણ કરી. તપાસમાં જાણવા મળ્યું કે, આ બેંકની ભૂલ હતી. આ પછી, બેંકે કેબ ડ્રાઇવરના ખાતામાં જમા થયેલી રકમ બેંકમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.

આ ઘટના બાદ તમિલનાડ મર્કેન્ટાઈલ બેંકના ceo એ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. અત્રે ઉલેખનીય છે કે, આ પહેલા પણ તંજાવુરના ગણેશન નામના વ્યક્તિના બેંક ખાતામાં 756 કરોડ રૂપિયા અચાનક આવી ગયા હતા. જેની જાણ બેંકમાં કરવામાં આવી ત્યારે ખબર પડી કે, તેના એકાઉન્ટમાં ભૂલમાં રૂપિયા જમા થઈ ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *