હજુ તો ઓડીસા ટ્રેન અકસ્માત ભુલાયો નથી ત્યાં વધુ એક અકસ્માતે સમગ્ર દેશને ધ્રુજાવ્યો, આગનો ગોળો બન્યો એક્સપ્રેસ હાઈવે

Oil tanker fire on mumbai pune expressway: હજુ તો ઓડીસા ટ્રેન અકસ્માત (Odisha train accident) ભુલાયો નથી ત્યાં વધુ એક ટ્રેન અકસ્માતે સમગ્ર દેશને ધ્રુજાવ્યો. ઓડીસા ટ્રેન અકસ્માતમાં 300 જેટલા લોકોના મોત થયા હતા અને 1000થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારે વધુ એક ટ્રેક અકસ્માતની ઘટના પ્રકાસમાં આવી છે. પુણે-મુંબઈ એક્સપ્રેસ વે (mumbai pune expressway) પર મંગળવારે એક ભયાનક અકસ્માત થયો હતો. હકીકતમાં, પેટ્રોલ વહન કરી રહેલા એક ટેન્કરને અકસ્માત (Oil tanker fire) નડ્યો હતો, જેના પરિણામે ચાર લોકોના મોત થયા હતા. ત્યાં બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

ઇજાગ્રસ્તોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, બપોરે લગભગ 12 વાગ્યે પુણેથી મુંબઈ જતી વખતે પુલ ક્રોસ કરતી વખતે ટેન્કર તેની દિવાલ સાથે અથડાઈને પલટી ગયું હતું. આ પછી તેમાં ભયાનક આગ ફાટી નીકળી હતી. આ ઘટનાને પગલે એક્સપ્રેસ વે પર વાહન વ્યવહાર થંભી ગયો હતો. લોનાવાલા શહેરમાંથી ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે. હાલ બચાવ કાર્ય તેજ ગતિએ ચાલી રહ્યું છે.

પુણે-મુંબઈ એક્સપ્રેસવે પર મંગળવારે થયેલા અકસ્માત બાદ કેમિકલ વહન કરતા ટેન્કરમાં આગ લાગી અને વિસ્ફોટ થતાં ચાર લોકોનાં મોત થયાં અને ત્રણ અન્ય ઘાયલ થયા. એક અધિકારીએ જણાવ્યું કે આ અકસ્માત લોનાવાલા અને ખંડાલા વચ્ચેના એક્સપ્રેસ વે પર થયો હતો. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે અકસ્માત બાદ ટેન્કરમાં આગ લાગી હતી અને તેમાં વિસ્ફોટ થયો હતો, જેનાથી કેમિકલના ફાયરબોલ્સ નીચે રસ્તા પર મુસાફરી કરી રહેલા વાહનચાલકો પર પડ્યા હતા.

લોનાવાલા પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે, નીચે રસ્તા પરના ચાર મોટરચાલકોને ઈજા થઈ હતી, જેમાંથી ત્રણના મોત થયા હતા, જ્યારે ટેન્કરમાં સવાર એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને વાહનમાં બેઠેલા અન્ય લોકો ઘાયલ થયા હતા, એમ લોનાવાલા પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું. તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, તેમણે ઉમેર્યું હતું કે, સ્થળ પર આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.

ગૃહમંત્રી ફડણવીસે વ્યક્ત કર્યો શોક
રાજ્યના ગૃહમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ટ્વીટ કરીને આ ભયાનક આગ દુર્ઘટના પર ખેદ વ્યક્ત કર્યો છે. ચાર મૃતકોને શ્રદ્ધાંજલિ આપતા તેમણે પોતાના ટ્વિટમાં લખ્યું કે ત્રણ ઘાયલોની સારવાર ચાલી રહી છે અને રાજ્ય પોલીસ, હાઈવે પોલીસ, આઈએનએસ શિવાજી અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે હાજર છે. હાલ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે અને એક તરફનો વાહનવ્યવહાર ચાલુ કરી દેવામાં આવ્યો છે અને બીજી તરફનો વાહનવ્યવહાર ટૂંક સમયમાં શરૂ થાય તેવા પ્રયાસો હાથ ધરાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *