સંઘ અને ભાજપ બન્યા તબલિગી જમાત- કોરોના ફેલાવવાનું જે કામ તબલિકી જમાતે કર્યું તે મોદી, ભાજપ, સંધ અને યોગી સરકારે કર્યું

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ નિત્ય ગોપાલ દાસ કોરોના કોર ટેસ્ટપોઝિટિવ આવ્યા છે. નિત્ય ગોપાલ દાસને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી હતી. ઓક્સિજન પર રાખ્યા છે. નિત્ય ગોપાલ દાસ અત્યારે મથુરામાં છે. આગ્રાના ડૉકટર્સ નિત્ય ગોપાલ દાસની સારવાર માટે પહોંચ્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મથુરાના જિલ્લાધિકારી અને મેદાંતા હોસ્પિટલના ડૉકટર નરેશ ત્રેહાન સાથે વાત કરી છે. જન્માસ્ટમીએ મથુરા યાત્રા દરમ્યાન 13 ઓગસ્ટ 2020એ તેમની તબિયત લથડી હતી. વેદાંતામાં સીફ્ટ કરી રહ્યાં છીએ.

પાછલા દિવસોમાં અયોધ્યામાં રામ મંદિરના બે પૂજારી કોરોના સંક્રમિત મળ્યા હતા. આ સિવાય કેટલાંય પોલીસકર્મી પણ કોરોના પોઝિટિવ મળ્યા હતા. રામ જન્મભૂમિ મંદિરના ભૂમિપૂજન કાર્યક્રમ તબલિકી જમાત જેવો બની ગયો છે. નિત્ય ગોપાલ દાસને સેંકડો લોકોએ પાયવંદન કર્યું હતું. તેમના હાથે પ્રસાદી લીધી હતી. વડાપ્રધાન નરેદ્ર મોદી, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સરસંઘ ચાલક મોહન ભાગવત, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદીત્યનાથ સહિત 300 લોકો આ સમયે હાજર હતા. આ તમામ લોકોએ હવે કોરોન્ટાઈન થવું પડશે.

સૌથી ગંભીર બાબત એ છે કે, મંદિરનાં આ ત્રીજા સાધુ છે જેમને કોરોના થયો છે. રામજન્મભૂમિ શિલાન્યાસ વખતે આ 3 સાધુ, પોલીસ, કાર્યકરો અને લાડુ બનાવનારાઓ પણ સંક્રમીત હોઈ શકે છે. દેશભરમાં 1 લાખ લાડુનો પ્રસાદ અહીં બનાવીને મોકલવામાં આવ્યો હતો. તેમને સંક્રમીત થવાની પૂરી શક્તા છે.

રામજન્મભૂમિ ક્રાર્યક્રમ તબલીગી જમાત કરતાં પણ વધું ખતરનાક
આમ રામજન્મભૂમિ શિલાન્યાસ કાર્યક્રમ દિલ્હીના મુસલમાનોના તબલીગી જમાત કરતાં પણ વધું ખતરનાક બની ગયો છે. તબલીકી જમાતને ધાર્મિક વિવાદનો મુ્દ્દો બનાવીને ભગવા પક્ષના આઈટી સેલ દ્વારા મુલસમાન વિરોધી હવા ફેલાવીને રાજકીય ફાયદો લેવામાં આવ્યો હતો. આખા દેશના લોકો માનવા લાગ્યા હતા કે ભારતમાં કોરોના આવ્યો તેના માટે તબલિકી જમાત જ જવાબદાર છે. આમ હવે રામજન્મભૂમિ શિલાન્યાસ માટે આવો પ્રચાર ભગવા બ્રિગેડ નહીં કરે. દેશના ગૃહ રાજ્ય પ્રધાન અમિત શાહ તે સમયે કોરોનાગ્રસ્ત હતા તેથી તેઓ તબલિગી જમાતમાં આવતાં નથી.

અઠવાડિયા પહેલા 5 તારીખી નિત્ય ગોપાલ રામજન્મભૂમિ શિલાન્યાસનો કાર્યક્રમ થયો હતો. એ કાર્યક્રમમાં જેટલાં લોકો હતા તે તમામ નિત્ય ગોપાલની નજીક ગયા હશે, તેમને પગે લાગ્યું હશે. તેમની સાથે હાથ મિલાવ્યા હશે જ. તેમાં કોઈ શંકા નથી. એ બધાએ કોરોન્ટાઈન થવું પડશે. 5 ઓગસ્ટ 2020એ અયોધ્યામાં 700 લોકો કોરોના પોઝેટીવના દર્દી હતા.

ભાજપ અને સંઘ જવાબદાર ઠરશે
ગુજરાતમાંથી 7 લોકો રામજન્મભૂમિ શિલાન્યાસ કાર્યક્રમમાં હતા. તેઓ પરત ગુજરાત આવ્યા છે. તેઓ પ્રસાદના લાડુ લઈને આવ્યા હતા. તે તમામને કોરોન્ટાઈન થવું પડશે અને કોરોના ટેસ્ટ કરાવવો પડશે. આવું આખા દેશમાં થવાનું છે. 67 સુરક્ષા કર્મીઓને અયોધ્યામાં કોરોના થયો છે. 200 લોકો કાર્યક્રમમાં હાજર હતા. જેમાં 10 હજાર સુરક્ષા કર્મચારીઓ હાજર હતા.

1 કે સવાલાખ લાડું જ્યાં જ્યાં ગયા ત્યા કોરોના ફેલાવાની પૂરી શક્યતા છે. છતાં આ રામજન્મભૂમિ શિલાન્યાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જે કામ તબલિક જમાત વાળાએ કર્યું તે કામ મોદી, સંઘના મોહન ભાગવત, મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, મંદિર ટ્રસ્ટ, રાજ્યપાલ આનંદિબેન પટેલે કર્યું છે. સૌથી મોટી જવાબદારી આ 4 લોકોની છે. તેઓમાં અને તબલિકી જમાત વચ્ચે કોઈ ફેર નથી. જે કામ તબલિકી જમાતે કર્યું તે કામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું છે.

કોરોના પછી ભવ્ય કાર્યક્રમ રાખી શકાયો હોત
તો પછી રામજન્મભૂમિ શિલાન્યાસ કાર્યક્રમ બીજી વખત કરવાની જરૂર ક્યાં હતી. મંદિર બનાવવાનું બાંધકામ ચાલુ કરી દઈને જ્યારે કોરોના મટી ગયા પછી આવો જ કોઈક કાર્યક્રમ મોદી રાખી શકાવ્યા હોત. જેમાં લાખો લોકોને હાજર રાખી શકાયા હોત. ઘણા સારી રીતે કાર્યક્રમ રાખી શકાયો હોત. જેમાં ભાજપના નેતા એલ કે અડવાણી, મુરલી મનોહર જોશી, યશવંત સિંહા અને ડો.પ્રિવણ તોગડિયા સહિત 1 લાખ લોકોને હાજર રાખી શકાયા હોત. -allgujaratnews.in

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *