ગુજરાત(Gujarat): દુનિયાભરમાં કોરોના વાયરસનાં નવા વેરિયન્ટ જેને ઓમિક્રૉન નામ આપવામાં આવ્યું તેને લઈને હાહાકાર મચી જવા પામ્યો છે. ત્યારે હવે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી(Narendra Modi) પણ તાબડતોબ ટોચના અધિકારીઓ સાથે બેઠકો કરી રહ્યા છે. ત્યારે આ ખતરનાક નવા વાયરસના સ્વરૂપને લઈને ગુજરાત સરકાર(Gujarat Government Alert) પણ હવે અલર્ટ થઈ ગઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ વેરિયન્ટનાં કારણે સમગ્ર દુનિયાના તહલકો મચી ગયો છે ત્યારે હવે કેટલાય દેશોમાં ઈમરજન્સી જેવી સ્થિતિ લાગુ કરી દેવામાં આવી છે. WHOએ પણ દુનિયા આખીને અલર્ટ થઈ જવા માટે ગંભીર ચેતવણી આપી દીધી છે. નિષ્ણાતોનું માનવું છે કે, આ નવો વેરિયન્ટ ડેલ્ટા વેરિયન્ટ કરતાં પણ ખુબ જ વધારે ખતરનાક છે.
ત્યારે હવે ગુજરાત સરકાર દ્વારા આજે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વેરિયન્ટને ગુજરાતમાં પ્રવેશતા અટકાવવા માટે 11 દેશોમાં ગુજરાત આવતા નાગરિકો પર RT-PCR રિપોર્ટ ફરજિયાત કરી દેવાના આદેશ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યા છે. ગુજરાતનાં કોઈ પણ એરપોર્ટ પર ઉતરતાની સાથે જ બહારના દેશથી આવતા લોકોએ RT-PCR બતાવવો પડશે.
જાણો કયા દેશો માટે લાગુ થશે નિયમ:
આ નિયમ દક્ષીણ આફ્રિકા, બોત્સવાના, હોંગકોંગ, ચીન, યૂરોપ, UK, ન્યુઝિલેન્ડ, બ્રાઝિલ, બાંગ્લાદેશ, ઝિમ્બાબ્વેથી આવતા તમામ લોકોને RT-PCR રિપોર્ટ બતાવવો પડશે. આ પ્રકારનો નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કે કોરોના વાયરસનું આ સ્વરૂપ અત્યંત ખતરનાક સાબિત થઇ શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.