દરગાહ પર માથું ટેકવી પરત ફરતા ગુજરાતી પરિવારને થયો યમરાજનો ભેટો, ગમખ્વાર અકસ્માતમાં પાંચ લોકો મોતને ભેટ્યા

બનાસકાંઠા(Banaskantha): અકસ્માત (Accident)ની ઘટનાઓ દિવસેને દિવસે ખુબ જ વધતી જાય છે. ત્યારે વધુ એક ભયંકર અકસ્માતના સમાચાર મળી આવ્યા છે. બનાસકાંઠાની રાજસ્થાન(Rajasthan) સરહદ પર અડીને…

બનાસકાંઠા(Banaskantha): અકસ્માત (Accident)ની ઘટનાઓ દિવસેને દિવસે ખુબ જ વધતી જાય છે. ત્યારે વધુ એક ભયંકર અકસ્માતના સમાચાર મળી આવ્યા છે. બનાસકાંઠાની રાજસ્થાન(Rajasthan) સરહદ પર અડીને આવેલા ધાનેરા(Dhanera) તાલુકાના વીંછીવાડી પાસે રાજસ્થાની ખાનગી બસ અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

જેમાં કુલ પાંચ લોકોના મોત નીપજ્યા છે. જ્યારે અન્ય પાંચ લોકો ઘાયલ થયા છે. જાણવા મળ્યું છે છે, અકસ્માત બાદ ખાનગી બસનો ડ્રાઇવર ફરાર થઈ ગયો હતો. હાલ પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.

મળેલી માહિતી મુજબ, અરબાજ શેખ નામના રિક્ષાચાલક અને તેના બે મિત્રો જેઓ બનાસકાંઠા જિલ્લાના ડીસા ગવાડી વિસ્તારના રહેવાસી છે, તેઓ રીક્ષા લઈને રાજસ્થાન સાચોર પાસે આવેલી પીરની દરગાહ માથુ ટેકવા માટે ગયા હતા. આ દરમિયાન દર્શન કરીને પરત ડીસા જઈ રહ્યા હતા ત્યારે રાધનપુરનો ફુલવાદી પરિવાર રિક્ષાચાલકને મળ્યો હતો અને રિક્ષા ચાલકે આ રાધનપુરના ફુલવાદી પરિવારને પોતાની રિક્ષામાં બેસાડ્યા હતા.

તે જ સમયે વીંછીવાડી પાસે પુરઝડપે આવી રહેલી રાજસ્થાનની ખાનગી બસ ઓવરટેક કરવા જતાં રિક્ષાને અડફેટે લેતાં રીક્ષાના ફુરચે ફુરચા ઉડી ગયા હતા. રિક્ષાચાલક અરબાજ શેખ તેમજ રીક્ષામાં સવાર નીલમબેન તુલસીભાઈ ફુલવાદી અન દિવાબેન નરેશભાઈ ફુલવાદીનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.

મૃતકોમાં બે મહિલાઓ, 1 પુરુષ અને 1 બાળક મળીને ચાર લોકોના મોત નિપજ્યા હતા, તેમજ સારવાર દરમિયાન ૧૦ વર્ષના બાળક શંકરભાઈ તલશાભાઈ ફુલવાદીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. તેથી કુલ પાંચ લોકોના મોત નીપજ્યા હતા.

ઘટનાની જાણ થતા તાત્કાલિક ધાનેરા ૧૦૮ની ટીમ અને પોલીસ ટીમે ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘાયલ આઠ લોકોને ધાનેરાની રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. તેમજ ખાનગી બસનો ડ્રાઇવર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. હાલ પોલીસ દ્વારા ખાનગી બસના ડ્રાઇવર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *