સુરત(Surat): શહેરના ભેસ્તાન(Bhestan) વિસ્તારમાંથી ડેટા એન્ટ્રી(Data entry)નું કામ આપવાનું કહીને ઠગનારા ઠગબાજો વિરુદ્ધ પોલીસે લાલ આંખો કરી છે. લોકોને ડેટા એન્ટ્રીનું કામ આપવાનું કહી ઠગનારા 2 સગીર સહિત 7 લોકોને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે.
પોલીસ તપાસમાં બહાર આવ્યું કે, ઠગબાજોએ અત્યાર સુધીમાં 9.50 લાખની રકમ લોકો પાસેથી પડાવી લીધી છે. મળતી માહિતી અનુસાર, ભેસ્તાન સાંઇ સ્ક્વેર બિલ્ડિંગમાં કેલીજોબ સર્વિસ નામની કંપનીમાં ઓનલાઇન જોબ આપવાનું કોલ સેન્ટર ચલાવતા હતા. 2 સગીર સહિત 7ને પાંડેસરા પોલીસે પકડી પાડવામાં આવ્યા છે.
ઓનલાઇન જોબ માટે યુવકોને પોર્ટલ પર ડેટા એન્ટ્રીનું કામ આપતા હતા અને તે માટે ઠગ ટોળકી 5500 રૂપિયાનો ચાર્જ લેતી હતી. ફક્ત એટલું જ નહિ પરંતુ પોર્ટલના કોઈ રૂપિયા ન આપે તો તેની સામે કાર્યવાહી કરવાની ચીમકી આપી પૈસા પડાવતા હતા. ઠગ ટોળકીએ અત્યાર સુધીમાં 9.50 લાખની રકમ પડાવી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
ઠગ ટોળકી દ્વારા પહેલા કવીકર અને કલીક ઈન્ડિયા નામની વેબસાઇટ પરથી લોકોના મોબાઇલ નંબરોના ડેટા બેઝ ખરીદી કરતા હતા અને ત્યારબાદ તે નંબરો પર કોલ કરી ડેટા એન્ટ્રીનું કામ 5 થી 6 દિવસમાં કરવાથી 15 હજારની રકમ મળશે તેવી લાલચ આપતી હતી. મળતી માહિતી અનુસાર ઘણા લોકો આ ઠગ ટોળકીનો ભોગ બન્યા છે.
હાલમાં તો પાંડેસરા પોલીસે..ભાવિક પંચાલ(રહે,પાંડેસરા),તીર્થ પટેલ(24)(રહે,ભીમરાડ), આરતી ચૌધરી (24)(રહે,નાનપુરા), લીઝા નાયક(22)(રહે,પાંડેસરા), શતાબ્દી શાહું(24)(રહે,પાંડેસરા) તેમજ બે 17 વર્ષના સગીરો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.