Sushant Singh Rajput ના મોતને અઢી વર્ષ થયા છે. Sushant Singh Rajput નું પોસ્ટમોર્ટમ કુપર હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. અત્યારે ત્યાં હાજર રહેલા રૂપકુમાર શાહે ખુલાસો કરતા કહ્યું કે, સુશાંતે આપઘાત નહોતી કરતી તેની હત્યા કરવામાં આવી હતી. ત્યારે BJP નેતા નિતેષ રાણેએ સુશાંતના મોત સમયનો એક વીડિયો શૅર કર્યો છે.
વીડિયોમાં Sushant Singh Rajput ના પાર્થિવ દેહને રૂપકુમાર લઇ જતા જોવા મળે છે. અને તેથી સાબિત થઇ છે કે, રૂપકુમાર પોસ્ટમોર્ટમ સમયે હાજર હતો. વીડિયો પોસ્ટ કરીને નિતેશ રાણે લખ્યું છે કે, “તે સ્પષ્ટ છે કે રૂપ કુમાર શાહ એસએસઆરનો મૃતદેહ લઈ જનાર વ્યક્તિ હતો, પીએમ દરમિયાન તે ત્યાં હતો.., આખરે સત્ય બહાર આવ્યું.., ન્યાય થશે!.
26 ડિસેમ્બરે રૂપકુમારે મીડિયાની સામે આવે આવીને કહ્યું કે, “Sushant Singh Rajput એ આપઘાત નહોતો કરી, પરંતુ તેનું મર્ડર કરવામાં આવ્યું હતું” જેને વધુ વાત કરતા જણાવ્યું કે, તે દિવસે હોસ્પીટલમાં 5 ડેડબૉડી આવી હતી અને કહ્યું હતું કે એક VIP બૉડી છે. જયારે અમે અંદર ગયા અને જોયુ ત્યારે તે બૉડી સુશાંતની હતી. રૂપકુમારે કહ્યું કે જેમને જોયું ત્યારે સુશંતના શરીર પર ઈજાનાં નિશાનો હતા. તેના ગળા પર બે થી ત્રણ ઈજાના નિશાનો હતા. તેનાં ઘણાં હાડકાં પણ તૂટેલાં હતાં.
It’s clear that Roop Kumar shah was the man carrying SSR s body..
He was there during the PM..
the truth is finally coming out..
Ab baby penguin door nahi hai..
Justice will be done! pic.twitter.com/RiQo0PVeuR— nitesh rane (@NiteshNRane) January 2, 2023
રૂપકુમારે વધુ વાત કરતા કહ્યું કે, સુશાંત સિંહ રાજપૂતના પોસ્ટમોર્ટમનું રેકોર્ડિંગ કરવાનું હતું પરતું સિનિયર્સએ માત્ર ફોટો લેવાની જ પરવાનગી આપી હતી. અને તેથી અમારે તેના આદેશનું પાલન કરવું પડ્યું હતું. જયારે રૂપકુમારે સુશાંતની ડેડબૉડી જોઈ ત્યારે તેને તરતજ સિનિયર્સને કહ્યું કે, આ આપઘાત નહી પરંતુ મર્ડર છે. રૂપકુમારે મીડિયાની સાથે વાત કરતા મ પણ કહ્યું કે, મેં સિનિયર્સને કહ્યું કે આપને નિયમોનું પાલન કરવું જોઈએ. પરંતુ સિનિયર્સએ આપણે એ વાત પર પછી વાત કરીશું તેમ કહીને વાતને ટાળી દીધી હતી.
પોસ્ટમોર્ટમ રાત્રે કરવામાં આવ્યું હતું અને પોસ્ટમોર્ટમના વીડિયોને બદલે ફોટો પાડીને ડેડબૉડી પોલીસને આપવામાં આવી હતી. રૂપકુમારે આગળ જણાવ્યું કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શું લખવું તે ડૉક્ટરનું કામ છે. પણ સુશાંત સિંહ રાજપૂતને ન્યાય મળવો જોઈએ. ‘તપાસ એજન્સી ફોન કરશે તોપણ હું આ જ વાત કહીશ’ એમ પણ રૂપકુમારે કહ્યું.
રૂપકુમારે અત્યાર સુધી સચાઈ સામે ના લાવા પછીનું કારણ જણાવ્યા કહ્યું કે, તે સમયે ઉદ્ધવ સરકાર હતી અને મને તેના પર વિશ્વાસ ન હતો અત્યારે સરકાર બદલાય છે, એટલે હું મીડિયાની સામે આવીને સાચું કહી રહ્યો છે. રૂપકુમારે કહ્યું કે, મને મારા જીવની પરવા નથી, પરંતુ સુશાંતને ન્યાય મળવો જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.