કોલકાતા 2022ની IPL મેચોમાં પોઈન્ટ ટેબલમાં સૌથી વધુ જીત મેળવનારી ટીમ બની છે. પંજાબ (Punjab Kings)અને કોલકાતાની મેચમાં કોલકત્તા ને જીતાડનાર આન્દ્રે રસેલનું (Andre Russell) KKRના માલિક શાહરૂખ ખાને અલગ રીતે સ્વાગત કર્યું હતું. પંજાબ સામે બેટિંગ કરતી વખતે આન્દ્રે રસેલે 31 બોલમાં 70 રનની તોફાની ઇનિંગ રમીને પંજાબને પરાજય આપ્યો હતો અને કોલકાતાને 6 વિકેટે જીત અપાવી હતી.
આન્દ્રે રસેલે આ તોફાની ઇનિંગમાં 8 સિક્સ અને 2 ફોર ફટકારી હતી. જ્યારે આન્દ્રે રસેલ મેદાન પર આવ્યો ત્યારે તે દબાણમાં હતો પરંતુ તેણે રમેલી તોફાની ઈનિંગ્સ જોઈને કોલકાતાના ચાહકો ખુશ થઈ ગયા હતા. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે, જ્યારે આન્દ્રે રસેલ બેટિંગ કરવા આવ્યો ત્યારે ટીમનો સ્કોર 7 ઓવરમાં 4 વિકેટે 51 રન હતો.
Welcome back my friend @Russell12A so long since saw the ball fly so high!!! It takes a life of its own when U hit it Man! And @y_umesh wow! To @ShreyasIyer15 & team well done.Have a happy nite boys.
— Shah Rukh Khan (@iamsrk) April 1, 2022
કોલકાતા નાઈટ રાઈડર્સની(Kolkata Knight Riders) જીતની ઉજવણીમાં ટીમને અભિનંદન આપતા શાહરૂખ ખાને(Shahrukh Khan) ટ્વીટ કર્યું અને તેમાં લખ્યું, મારા મિત્ર આન્દ્રે રસેલનું સ્વાગત છે, ઘણો સમય થઈ ગયો કે મેં બોલ ને હવામાં ઉડતા નોતો, જોયો પછી શાહરૂખ ખાને આગળ લખ્યું કે જ્યારે તમે આ પ્રકારની ઇનિંગ્સ રમો છો, ત્યારે તેને કંઈક અલગ જ લાગે છે અને ઉમેશ યાદવ(Umesh Yadav) અને શ્રેયસ અય્યરેના(Shreyas Iyer) પણ વખાણ કર્યા.
KKR માટે ઉમેશ યાદવે પણ શાનદાર બોલિંગ કરી હતી. આ મેચમાં ઉમેશ યાદવે 4 ઓવરમાં 1 ઓવર મેડન નાખીને 23 રન આપ્યા અને ચાર વિકેટ ઝડપી હતી. ફાસ્ટ બોલ ફેંકનાર ઉમેશ યાદવે હવે આ IPLમાં 8 વિકેટ ઝડપી છે.
2022 આઈપીએલમાં, પર્પલ કેપ ઉમેશ યાદવના નામ પર છે અને ઓરેન્જ કેપ આન્દ્રે રસેલના નામ પર છે. કોલકાતાની ટીમે અત્યાર સુધી ત્રણ મેચ રમી છે અને તેમાં બે મેચ જીતી છે. પંજાબ અને કોલકાતાની મેચમાં કોલકાતાની ટીમ નો ઉત્સાહ વધારવા શાહરૂખ ખાનના પુત્ર આર્યન(Aryan Khan) ખાન અને પુત્રી સુહાના ખાન(Suhana Khan) સાથે અનન્યા પાંડે (Ananya Pandey)પણ હાજર રહ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.