રશિયા(Russia)પર અન્ય દેશો દ્વારા લગાવેલા પ્રતિબંધો યથાવત.સમગ્ર વિશ્વ ની નજર આજે માત્ર ને માત્ર રશિયા અને યુક્રેન(Ukraine) વચ્ચે ચાલી રહેલા યુદ્ધ પર છે, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેંસ્કીએ ખુબ સારી લડત આપી છે. ઘણા ભારતીયો હજુ પણ યુંક્રેન માં હજુ પણ ફસાયેલા છે.રશિયા(Russia) અને યુક્રેન(Ukraine) વચ્ચેના યુદ્ધનો(War) આજે 19મો દિવસ છે. રશિયન સેના સતત યુક્રેનના અલગ-અલગ શહેરોને નિશાન બનાવી રહ્યાં છે.
રશિયાએ(Russia) ફોટો વિડીયો શેર કરતી એપ્લિકેશન ઇન્સ્ટાગ્રામ(Instagram) પર રશિયામાં પ્રતિબંધ લગાવી દીધો છે. આ નિર્ણય ઇન્ટરનેટ રેગ્યુલેટર દ્વારા લેવામાં આવ્યો છે, આ પ્રતિબંધ રશિયામાં 13 માર્ચ ની મધ્ય રાત્રીથી જ લાગુ થઈ ગયો છે. ઇન્સ્ટાગ્રામ(Instagram) મેટાની માલિકીની છે, ફેસબુક (Facebook) પણ મેં તેની માલિકીની છે. થોડા દિવસ પહેલા રશિયા દ્વારા ફેસબુક પર પણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હતો.
સોમવારે રશિયા(Russia) યૂક્રેન(Ukraine) ના યુદ્ધ નો 19 નો દિવસ છે, રશિયાના સૈનિકોએ દક્ષિણ અને પૂર્વ યુક્રેનમાં હુમલાઓ ચાલુ રાખ્યા છે. વિશ્લેષકો એવું માની રહ્યા છે કે, એઝોવના સમુદ્ર પર મારિયુપોલ અને અન્ય બંદરો લેવાથી રશિયન સૈન્યને ક્રિમીઆમાં લેન્ડ કોરિડોર બનાવવામાં મદદ મળી શકે છે. જે તેણે 2014માં કબજે કરી હતી.
On Monday, Instagram will be blocked in Russia. This decision will cut 80 million in Russia off from one another, and from the rest of the world as ~80% of people in Russia follow an Instagram account outside their country. This is wrong.
— Adam Mosseri (@mosseri) March 11, 2022
જાણવા મળ્યું છે કે, રશિયામાં ઇન્સ્ટાગ્રામ(Instagram) પર રવિવારે મધ્ય રાત્રીથી જ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર પ્રતિબંધ લગાવવાનું કારણ રશિયા સરકાર વિરુદ્ધ જુઠ્ઠી માહિતી અને અફવા ફેલાવવાનું કારણ છે. ઇન્સ્ટાગ્રામ(Instagram) રશિયામાં સૌથી લોકપ્રિય સોશિયલ મીડિયા વેબસાઈટ છે, ઈન્સ્ટાગ્રામ (Instagram) પણ મેટાની સંચાલિત છે. મેટા સંચાલિત ફેસબૂક પર પણ, પુતિન વિરોધી અને લોકોની લાગણીને ઠેસ પોહચે તેવી માહિતીઓને ફેસબુક પર શેર કરવા માટે અનુમતિ આપી હોવાનો આરોપ પણ લગાડવામાં આવ્યો હતો.
આ દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર (United Nations) દ્વારા પણ, માર્ક ઝુકરબર્ગ (Mark Zuckerberg)ના મેટા સંચાલિત ફેસબુક(Facebook) પ્લેટફોર્મની નિંદા કરવામાં આવી હતી. કારણ કે તે, રશિયા(Russia)સરકાર વિરુદ્ધ હિંસા ભડકે અને સરકાર વિરુદ્ધ દ્વેષની લાગણી ફેલાય તેવી, પોસ્ટ અને ટિપ્પણીઓને મંજૂરી આપે છે. આવી પોસ્ટ અને ટીપ્પણીઓ માં અમુક વિસ્તારોમાં રશિયન સૈન્ય વિરુદ્ધ હિંસા કરવાની હાકલનો ઉલેખ્ખ પણ કરવામાં આવે છે.
3 દિવસ પહેલાં 11 માર્ચના રોજ, એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સંયુક્ત રાષ્ટ્રના સેક્રેટરી જનરલ ડુઝારિકે કહ્યું હતું કે, રશિયા આવી અફવા અને અભદ્રભાશા અને હિંસા ફેલાવનારા તમામ તત્વો થી સાવચેત, અને લડવા સજ્જ છીએ,રશિયા આવી અભદ્રભાષા ક્યારેય નહી ચલાવી લે!
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.