જુઓ કેવી રીતે યુક્રેનના એક સામાન્ય વ્યક્તિએ ડીફ્યુઝ કર્યો રશિયાએ ફેંકેલો શક્તિશાળી બોમ્બ

વાયરલ(Viral): રશિયાએ યુક્રેન પર હુમલો(Russia-Ukraine war) કરીને સમગ્ર વિશ્વમાં તબાહી મચાવી દીધી છે. દરમિયાન ત્રીજા વિશ્વયુદ્ધનો ભય પણ પ્રબળ બન્યો છે. સોશિયલ મીડિયા(Social media) પર રશિયાના હુમલાના ઘણા વીડિયો સામે આવી રહ્યા છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર વાઈરલ(Viral video) થયેલો એક વિડિયો જોઇને તમારા શ્વાસ થંભી જશે. આ વીડિયોમાં યુક્રેનનો એક વ્યક્તિ રશિયા દ્વારા ફેંકવામાં આવેલા મોટા બોમ્બને પાણી નાખીને ડીફ્યુઝ(Bomb diffuse) કરતો જોવા મળી રહ્યો છે.

વિડીયો જોઇને શ્વાસ થંભી જશે:
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે બે યુક્રેનિયન નાગરિકો માત્ર પોતાના હાથ વડે પાણીની બોટલની મદદથી એક વિશાળ બોમ્બને ડિફ્યુઝ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ વીડિયો યુક્રેનિયન એક્સપ્લોઝિવ સ્પેશિયાલિસ્ટે રેકોર્ડ કર્યો હતો અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. આ વીડિયો રશિયન હુમલા વચ્ચે યુક્રેનના નાગરિકોની હિંમત અને ખંતનો પુરાવો છે.

તમને જણાવી દઈએ કે, યુક્રેનના નાગરિકો જે બોમ્બને માત્ર પોતાના હાથથી ડિફ્યુઝ કરી રહ્યા છે, તે કોઈ સામાન્ય બોમ્બ નથી. સીરિયા અને કાઉન્ટરિંગ ટેરરિઝમ એન્ડ એક્સ્ટ્રીમિઝમ પ્રોગ્રામના ડાયરેક્ટર ચાર્લ્સ લિસ્ટરના જણાવ્યા અનુસાર ડીફ્યુઝ કરવામાં આવેલો બોમ્બ એટલો શક્તિશાળી છે કે તે એક ક્ષણમાં મોટી ઈમારતોને પણ ધરાશાયી કરી શકે છે. ડિફ્યુઝ બોમ્બના આ વીડિયોએ ઈન્ટરનેટ પર સનસનાટી મચાવી દીધી છે. ચાર્લ્સ લિસ્ટરે કહ્યું કે, આ બોમ્બને આ રીતે ડિફ્યુઝ કરવું એ ખુબ જ હિંમતનું કામ છે.

બોમ્બ ઉપર સતત પાણી નાખવામાં આવ્યું:
વીડિયોમાં જોઈ શકાય છે કે બોમ્બને ડિફ્યુઝ કરતી વખતે એક વ્યક્તિ બોમ્બ પર બોટલમાંથી સતત પાણી રેડી રહ્યો હતો. આ વીડિયો ત્યારે સામે આવ્યો છે જ્યારે રશિયા યુક્રેન પર સતત બોમ્બમારો કરી રહ્યું છે. રશિયન MoDએ તાજેતરમાં જણાવ્યું હતું કે રશિયા યુક્રેન પર TOS-1A બોમ્બ ફેંકી રહ્યું છે. આ બોમ્બ લોકોના ફેફસાને સંપૂર્ણપણે બગાડે છે. તેનાથી લોકોના આંતરિક અંગોને ઘણું નુકસાન થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *