Russia-Ukraine War: ‘…તો પરમાણુ હથિયારનો કરશું ઉપયોગ’ – રશિયાએ દુનિયાને આપી ખુલ્લી ધમકી

રશિયા-યુક્રેન યુદ્ધ(Russia-Ukraine War): યુક્રેન(Ukraine) પર રશિયા(Russia)નો હુમલો ચાલુ છે. યુક્રેન સાથેના યુદ્ધ વચ્ચે રશિયાએ દુનિયાને મોટી ધમકી(Big threat to the world) આપી છે. એવું કહેવામાં આવ્યું છે કે, જો રશિયાને ‘અસ્તિત્વના ખતરા’નો સામનો કરવો પડશે તો તે પરમાણુ હથિયારોનો ઉપયોગ કરશે. આ વાત ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવ(Dmitry Peskov) દ્વારા કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, રુસો-યુક્રેન યુદ્ધને 27 દિવસ વીતી ગયા છે, પરંતુ હજુ સુધી સ્થિતિ સ્પષ્ટ નથી. રશિયા યુક્રેનના અલગ-અલગ શહેરો પર હવાઈ હુમલા કરી રહ્યું છે, પરંતુ યુક્રેન તેની સામે ઝૂકવા તૈયાર નથી.

યુદ્ધની વચ્ચે, રશિયાએ ચેર્નોબિલમાં એક નવી લેબનો નાશ કર્યો છે. આ નવી લેબ ચેર્નોબિલ ન્યુક્લિયર પાવર પ્લાન્ટની હતી. આ પ્રયોગશાળા કિરણોત્સર્ગી કચરાના સંચાલનની દેખરેખ રાખવા માટે બનાવવામાં આવી હતી. આ લેબ 2015માં યુરોપિયન કમિશનની મદદથી બનાવવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે યુદ્ધની શરૂઆત સાથે જ રશિયાએ આ લેબ પર કબજો કરી લીધો હતો.

યુક્રેનનો દાવો: ’15 હજારથી વધુ રશિયન સૈનિકો માર્યા ગયા’
યુક્રેન યુદ્ધમાં રશિયાને સખત ટક્કર આપી રહ્યું છે. તેનો દાવો છે કે અત્યાર સુધી તે યુદ્ધમાં 15 હજારથી વધુ રશિયન સૈનિકોને મારી ચૂક્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 26 દિવસમાં રશિયાને જે નુકસાન થયું છે તે અફઘાનિસ્તાનમાં 10 વર્ષથી લડતા સોવિયત સંઘને થયેલા નુકસાન કરતાં વધુ છે.

યુક્રેન-રશિયા યુદ્ધને સમાપ્ત કરવા માટે ભારત તરફથી પણ પ્રયાસો ચાલુ છે. મંગળવારે પીએમ નરેન્દ્ર મોદી અને યુકેના પીએમ બોરિસ જોન્સને ફોન પર યુક્રેનની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. પીએમ મોદીએ દુશ્મનાવટનો અંત લાવવા, સંવાદ અને મુત્સદ્દીગીરી તરફ પાછા ફરવાની ભારતની અવિરત અપીલનો પુનરોચ્ચાર કર્યો. આંતરરાષ્ટ્રીય કાયદા અને તમામ રાજ્યોની પ્રાદેશિક અખંડિતતામાં ભારતની શ્રદ્ધા પર ભાર મૂક્યો. લાઈવ ટીવી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *