એક અઠવાડિયાથી માઈનસ 50 ડિગ્રી તાપમાનમાં કારમાં ફસાયો હતો યુવક, એવા હાલ થયા કે…

2 ટીનેજર છોકરાઓએ રશિયાનાં યાકૂત્સ્કથી મગાદન જવા એક કારથી પોતાની મુસાફરી ચાલુ કરી હતી. આમાં બન્ને રસ્તો ભૂલ્યા પછી અંદાજે એક સપ્તાહ સુધી કારમાં રહેતા એક યુવકનું ઠંડીનાં લીધે મૃત્યુ થઈ ગયું. કહેવામાં આવે છે કે, તાપમાન માઈનસ 50 ડિગ્રી પહોંચવાનાં લીધે યુવકે તેનો જીવ ગુમાવવો પડ્યો. જોકે તેનો મિત્ર પોતાને બચાવવામાં સફળ થયો, પણ એની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવ્યું છે.

rt.Comનાં એક રિપોર્ટ અનુસાર કારમાં ઠંડીનાં લીધે મૃત્યુનો આ બનાવ રશિયાનાં યકુટિયા વિસ્તારની છે. આ વિસ્તારમાં બહુ જ ઠંડી પડે છે. તો આશરે એક સપ્તાહથી 18 વર્ષનાં યુવકની શોધ કરવામાં આવી હતી તેમજ છેવટે શોધ ટુકડીને તેની મૃતદેહ મળી આવી. બીજા એક રિપોર્ટ અનુસાર, 2 ટીનેજર છોકરાઓએ રશિયાનાં યકૂત્સ્કથી મગાદન જવા માટે 28 નવેમ્બરનાં રોજ Toyota Chaser કારથી પોતાની મુસાફરી ચાલુ કરી હતી. આ બન્ને શહેરો વચ્ચેનો માર્ગ, કોલીમાં હાઈવેને બહુ જ ખતરનાક ગણવામાં આવે છે.

આ રોડને Road of Bones પણ કહે છે. તપાસકર્તાઓનાં કહ્યા મુજબ, આ વિસ્તારમાં રાત્રે ઠંડી માઈનસ 50 ડિગ્રી સુધી પહોંચી જાય છે. તપાસમાં યુવકની કારનું રેડીએટર પણ તૂટેલું મળ્યું. શોધખોળમાં યુવકની કાર એક બંધ પડેલા હાઈવે પર મળી. એ હજુ સ્પષ્ટ ન થઈ શક્યું કે, કેવી રીતે આ યુવક મુખ્ય માર્ગ પરથી બંધ માર્ગે પહોંચી ગયો. જે જગ્યાથી યુવકની કાર મળી, ત્યાંથી પાસેની વસ્તી 120 km દૂર હતી. જીવતો બચેલો યુવક ઠંડીનાં લીધે બીમાર થયો હતો. શોધ કરનારી ટુકડીએ તેને તાત્કાલિક હોસ્પિટલમાં એડમિટ કરાવ્યો તેમજ એની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

તમને લોકોને જણાવી દઈએ કે, પૂર્વોત્તર રશિયાનો સાખા જિલ્લો (યકુટિયા) વિશ્વનો સૌથી ઠંડો વસવાટ માટેનો વિસ્તાર છે. અહીંયા એક ઓમ્યકોન ગામ છે. સાઇબેરિયાની ‘સમ બોલીમાં ઓમ્યોકોનનો અર્થ થાય છે, તેવું પાણી, જે જામી ગયેલું ન હોય.’ આ વિસ્તારમાં વર્ષનાં ઘણા દિવસોમાં નદીઓ જામેંલી રહે છે. આ જગ્યા આર્કટિક સર્કલથી ફક્ત 350 km દૂર છે. શિયાળાની ઋતુમાં અહીંયા ફક્ત 3 કલાક જ સૂરજ નીકળે છે, તો ઉનાળાની ઋતુમાં 21 કલાક સુધી રહે છે. આટલી ઠંડીમાં પણ અહીંયા રોજિંદું જીવન ખોરવાતું નથી. ઠંડી ગમે એટલી હોય પણ બાળકો દરરોજ સ્કુલે જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *