વિડીયો: રહેણાંક વિસ્તારમાં વિમાન થયું ક્રેશ, 2 લોકોના મોત- કેટલાય એપાર્ટમેન્ટમાં લાગી આગ

યુક્રેન(Ukraine) સાથે યુદ્ધ લડી રહેલા રશિયાનું એક ફાઈટર જેટ(Russia fighter jets crashes) સોમવારે ક્રેશ થયું છે. રશિયન સેના(Russian army)એ યુદ્ધ વિમાન દુર્ઘટના પાછળનું કારણ તેના એન્જિનમાં ટેકનિકલ ખામી હોવાનું જણાવ્યું છે. મળતી માહિતી મુજબ, રશિયાનું એક સૈન્ય વિમાન દક્ષિણ પશ્ચિમ રશિયાના એક રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું છે. જેમાં 2થી વધુના મોત, 15 ઘાયલ થયા છે.

રશિયાની સૈન્યએ જણાવ્યું હતું કે તેના એક યુદ્ધ વિમાનના એન્જિને કામ કરવાનું બંધ કરી દીધું હતું અને અઝોવ સમુદ્રમાં આવેલા યેસ્ક પોર્ટમાં ક્રેશ થઈ ગયું હતું. એજન્સીઓના અહેવાલ મુજબ રશિયાનું સૈન્ય વિમાન દક્ષિણ પશ્ચિમ રશિયાના એક રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું છે.

રશિયન સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે ઉડાન દરમિયાન Su-34ના એક એન્જિનમાં આગ લાગવાથી તે નીચે પડી ગયું હતું. તેમણે કહ્યું કે બંને ક્રૂ મેમ્બર સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા પરંતુ પ્લેન રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું. પ્રાદેશિક ગવર્નર વેનિઆમિન કોન્દ્રત્યેવે જણાવ્યું હતું કે ઇમરજન્સી સેવાઓ આગને બુઝાવવા માટે કામ કરી રહી છે.

સ્થાનિક સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે એક એપાર્ટમેન્ટના અનેક માળ પર ભારે આગ ફાટી નીકળી હતી અને ઓછામાં ઓછા 15 એપાર્ટમેન્ટ પ્રભાવિત થયા હતા. રશિયાનું ફાઈટર પ્લેન એવા સમયે બન્યું છે જ્યારે તે યુક્રેન પર ખૂબ જ ઝડપથી હુમલો કરી રહ્યું છે.

ગયા અઠવાડિયે યુક્રેનના અનેક શહેરો પર રશિયાના હુમલા બાદ સોમવારે ફરી એકવાર કિવ અનેક વિસ્ફોટોથી હચમચી ઉઠ્યું હતું. આ વિસ્ફોટો માટે વિસ્ફોટકોથી ભરેલા ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને આ હુમલાઓમાં ચાર લોકો માર્યા ગયા હતા અને ઇમારતોને આગ લગાડવામાં આવી હતી. હુમલામાં રશિયન દળોએ જે ડ્રોનનો ઉપયોગ કર્યો છે તે ઈરાનના શાહેદ ડ્રોન હોવાનું જણાય છે.

યુક્રેનના સૈનિકોએ ફાયરિંગ કરીને આ ડ્રોનને તોડી પાડવાનો પ્રયાસ કર્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે આ હુમલાથી સમગ્ર શહેરમાં વિસ્ફોટોના અવાજ સાથે ગભરાટ ફેલાયો હતો. હુમલામાં ઉર્જા સ્થાપનોને નિશાન બનાવવામાં આવ્યા હતા અને ડ્રોન એક રહેણાંક મકાનને અથડાયું હતું, જેમાં ચાર લોકો માર્યા ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *