રશિયા હવે યુક્રેનના રહેણાંક મકાનોને પણ બનાવી રહ્યું છે નિશાન- જુઓ મિસાઈલ હુમલાનો LIVE વિડીયો

Russia Ukraine News: યુક્રેન(Ukraine)ની રાજધાની કિવ(Kiev) પર રશિયન મિસાઈલ હુમલા(Missile attacks)ઓ ચાલુ છે. ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર શનિવાર એટલે કે આજે કિવ સિટી સેન્ટરના દક્ષિણ-પશ્ચિમમાં બે મિસાઈલ છોડવામાં આવી હતી. તેમાંથી એક ઝુલ્યાની એરપોર્ટ નજીક અને બીજો સેવાસ્તોપોલ સ્ક્વેર નજીક મિસાઈલથી હુમલો કરવામાં આવ્યો હતો.

યુક્રેન સરકાર વતી એવું કહેવામાં આવ્યું છે કે મિસાઈલે રહેણાંક મકાનને નિશાન બનાવ્યું છે:
યુક્રેનના વિદેશ મંત્રીએ ટ્વીટમાં કહ્યું, “અમારું ભવ્ય, શાંતિપૂર્ણ શહેર કિવ બીજી રાત્રે રશિયન ભૂમિ દળો અને મિસાઇલોના હુમલામાં બચી ગયું. જો કે, એક મિસાઇલે કિવમાં રહેણાંક એપાર્ટમેન્ટને નિશાન બનાવ્યું છે. “હું સમગ્ર વિશ્વને અપીલ કરું છું કે રસિયાને સંપૂર્ણપણે અલગ કરવામાં આવે. તેલ પર પ્રતિબંધ લાદવો અને તેની અર્થવ્યવસ્થાનો નાશ કરવામાં આવે અને આ યુદ્ધને રોકવામાં આવે.

આ પહેલા યુક્રેનની સેનાએ દાવો કર્યો હતો કે યુક્રેનિયન સૈનિકોએ રાજધાની કિવ પર કબજો કરવા માટેના રશિયન હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો. પ્રમુખ વોલોડીમિર ઝેલેન્સ્કીએ ચેતવણી આપી હતી કે મોસ્કો સવાર પહેલા કિવને કબજે કરવાનો પ્રયાસ કરશે. બીજી તરફ માત્ર 48 કલાકમાં 50,000થી વધુ લોકોને યુક્રેન છોડીને ભાગવાની ફરજ પડી છે.

યુક્રેન પર હુમલો કરનાર રશિયાએ હવે સ્વીડન અને ફિનલેન્ડને ચેતવણી આપી છે. રશિયાએ કહ્યું છે કે જો બંને દેશો નાટોમાં જોડાય છે તો તેમના પરિણામો યુક્રેન જેવા ભયંકર હશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રશિયન વિદેશ મંત્રાલય દ્વારા સ્વીડન અને ફિનલેન્ડને નાટોમાં સામેલ ન થવા માટે કહેવામાં આવ્યું છે. જો આમ થશે તો તેના પરિણામો ભયંકર આવશે. ક્રેમલિનનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે રશિયન દળો યુક્રેનની રાજધાની કિવમાં ઘૂસી ગયા છે અને કબજાનું યુદ્ધ અંતિમ તબક્કામાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *